ભાજપના 2014ના વચનો અને વાસ્તવિકતા: કેટલાક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી

18 March 2019 12:01 PM
India
  • ભાજપના 2014ના વચનો અને વાસ્તવિકતા: કેટલાક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી
  • ભાજપના 2014ના વચનો અને વાસ્તવિકતા: કેટલાક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી
  • ભાજપના 2014ના વચનો અને વાસ્તવિકતા: કેટલાક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી
  • ભાજપના 2014ના વચનો અને વાસ્તવિકતા: કેટલાક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી
  • ભાજપના 2014ના વચનો અને વાસ્તવિકતા: કેટલાક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી

ભાજપએ 2014ના ચૂંટણી ઢંઢેરામાં સબ કા સાથ સબ કા વિકાસનું વચન આપી દેશ સમક્ષ પાંચ વર્ષનો રોડમેપ રજુ કર્યો હતો. મોદી સરકારે કેટલાક મોરચે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે તો અમુક બાબતે સ્થિતિ જૈસે થે રહી છે

Advertisement

નવી દિલ્હી: 2014ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપએ ‘સબકા સાથ, સબકા વિકાસ’ના વચન સાથે પાંચ વર્ષમાં તે દેશની સિકલ કઈ રીતે બદલી નાખશે તેનો નકસો રજુ કર્યો હતો. પાંચ વર્ષ હવે વીતી ચૂકયા છે, ત્યારે તેની કાશ્મીરીના લેખાજોખા મહત્વના છે. કેટલીક બાબતોમાં તેણે નોંધપાત્ર પ્રગતિ બતાવી છે, જયારે અમુક ક્ષેત્રે વચન વાસ્તવિકતામાં પરિણમ્યા નથી.

ભાવવધારો
વચન: સંઘરાખોરી અને કાળાબજાર રોકવા ખાસ કોર્ટની રચના પ્રાઈસ સ્ટેબીલાઈઝેશન ફંડ ઉભું કરવું. વધુ અસરકારતા માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાનું પ્રાપ્તિ સંગ્રહ અને વિતરણમાં વિભાજન, રાષ્ટ્રીય કૃષિ બજાર ઉભું કરવું.
હકીકત: ખાસ અદાલતો ઉભી કરવા કોઈ પ્રયાસો થયા નથી. ભાવ જયારે અતિ ઉંચા ગયા ત્યારે સરકારે દરોડા પાડયા, પણ ઘણું કરવાનું બાકી રહ્યું છે. પ્રાઈસ સ્ટેબીલાઈઝેશન ફંડ ઉભું કરાયું નથી. સરકારી સબસીડી ઘટાડવામાં સરકાર ઘણા અંશે સફળ રહી છે. જો કે આ કારણે ભાવ સરેરા કરતા ઉંચા રહ્યા હતા. ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાનું માળખું અગાઉ હતું તેવું જ રહ્યું છે. જો કે સરકાર બગાડ 2014-15માં 9.19 લાક ટનથી ઘટાડી 2017-18માં 9.03 ટન કરવામાં સફળ રહી છે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (ઈ-નામ) દ્વારા અખિલ ભારતીય ઈલેકટ્રોનીક ટ્રેડીંગ પોર્ટલ લોંચ કરી ખેડુતોના ખાતામાં જણસનાવેચાણની રકમ જમા થાય તેવી વ્યવસ્થાથી લિકેજ-ભ્રષ્ટાચાર પર નિયંત્રણ મેળવાયું.

રોજગાર અને ઉદ્યોગસાહસિકતા
વચન: સ્વરોજગાર માટે યુવકોને પ્રોત્સાહન આપી સશકત કરવા, આધુનીકીકરણ અને મજબૂત ક્રેડીટ અને માર્કેટ લિંકેજ દ્વારા કૃષિ અને સંલગ્ન ઉદ્યોગો પર વધુ ધ્યાન મિશન તરીકે મલ્ટી સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરુ કરવો, અને રોજગાર તથા ઉદ્યોગસાહસિકતા પર વધુ ભાર.
હકીકત: સ્ટાર્ટઅપ ઈન્ડીયા, મુદ્રા, 59 મીનીટ લોન જેવી કેટલીય નાણાકીય સ્કીમોની શરુઆત કરવામાં આવી. સ્કીલ ડેવલપમેન્ટ માટે સિકસ ઈન્ડીયા નામનો કાર્યક્રમ શરુ કરાયો. ડિસેમ્બર 2018 સુધીમાં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) ના ડેટા મુજબ 2 કરોડ નોટરીનું સર્જન કરવામાં આવ્યું. જો કે રોજગારી મુદે ત્રણ સર્વેના રિપોર્ટ જાહેર કરાયા નથી. વિરોધપક્ષોએ બેરોજગારી મુદે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો છે.

ભ્રષ્ટાચાર
વચન: કાળાનાણા વિષે ટાસ્ક ફોર્સ અને વિદેશમાં રખાયેલા કાળા નાણાને બાજુ લાવવા પ્રયાસ કરાશે. કરમાળખાનુ તાર્કીકકરણ અને સરળીકરણ કરાશે.
હકીકત: સરકારે સતા સંભાળ્યા પછી તરત ટાસ્ક ફોર્સની રચના કરી હતી, પણ વિદેશમાં સંઘરાયેલા કાળા નાણાને પાછા લાવવામાં સરળતા મળી નથી. જીએસટીના અમલથી પરોક્ષ કરવેરાના માળખાનું સરળીકરણ કરાયું. ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ દ્વારા અનેક પરોક્ષવેરા મર્જ થયા, આ ઘટનાને આઝાદ ભારતના સૌથી મોટા અને મહત્વના આર્થિક સુધારા ગણવામાં આવે છે. જો કે ટેકસ રેટ અને સ્લેબમાં વારંવાર બદલાવ અને ઓનલાઈન પ્લેટફોર્મની રિટર્ન ફાઈલ કરવાની મુશ્કેલીઓથી વેપારીઓ-ઉદ્યોગ પતિઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પ્રાદેશિક આકાંક્ષાઓ
વચન: ઈશાન રાજયો અને ભારતના બાકીના ભાગો વચ્ચે કનેકટીવીટી સુધારવા વિશેષ ધ્યાન ખીણમાં હિજરત કરી ગયેલા કાશ્મીરી પંડિતોના પુન: વસવાટની ખાતરી કલમ 370ની નાબુદી માટે સર્વસંમતિ ઉભી કરવા ખાતરી.
હકીકત: ઉતરપુર્વના રાજયોમાં કેટલાય નવા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોની શરુઆત કરવામાં આવી છે. કેટલાક કાર્યરત પ્રોજેકટો પુરા કરાયા છે. નવી સરકાર હેઠળ નવ રેલવે રૂટ તથા એર ટ્રાવેલ સુલભ બનાવાયા.

ખુલ્લી સરકાર અને જવાબદેહી વહીવટીતંત્ર
વચન: સરકારી રેકોર્ડનું ડીજીટાઈઝેશન, ઉદ્યોગો, શિક્ષણ અને સમાજમાંથી એકસપર્ટાઈઝને સરકારી સેવામાં આકર્ષવામાં આવશે. દેશમાં બ્રોડબેન્ડ વધુ વિસ્તારમાં પહોંચાડી એનો ઉપયોગ વધારવામાં આવશે. ઈ-ગવર્નમેન્ટ માટે ટેકનોલોજીનો ઉપયોગ, ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં આઈટી આધારીત રોજગારી નકકી કરવી. ફિનાન્સીયલ ઈન્કલુશન માટે મોબાઈલ અને ઈ-બેન્કીંગનો ઉપયોગ.
હકીકત: ડીજીટલ ઈન્ડીયા પર હાલની સરકારનો મુખ્ય ભાર રહ્યો છે. લેન્ડ રેકોર્ડ સહિત સરકારી રેકોર્ડના ડીજીટલાઈઝેશન નોંધપાત્ર કામ થયું છે. ઓનલાઈન બેન્કીંગ અને પેમેન્ટ સીસ્ટમ પણ સરકાર માટે અગ્રતા રહ્યા હતા અને નોટબંધી પછી એ ક્ષેત્રે વિશેષ પ્રગતિ થઈ છે, ભીમ જેવી પેમેન્ટ એપ લોંચ કરાતા ગ્રામીણ વિસ્તારોમાં નાણાની હેરફેર ઝડપી બની છે.

ગ્રામીણ અને શહેરી વિકાસ
વચન: ગ્રામ સ્તરના ઈન્ફ્રાસ્ટ્રકચર, રસ્તા, પીવાનું પાણી, શિક્ષણ આરોગ્ય, સપ્લાય ચેઈન, વીજળી માં સુધારો, નવા 100 શહેરોનું નિર્માણ, આધુનીકીકરણ, સાફસફાઈ-સ્વચ્છતા પર ધ્યાન અને માળખાકીય સુવિધાઓ સુધારવી.
હકીકત: સુભાગ્ય યોજના હેઠળ તમામ ગામોને વીજળી પહોંચાડવામાં આવી, આ મોરચે પ્રગતિ નોંધપાત્ર છે, ગામો પર વિશેષ ધ્યાન, શહેરી રોડ કનેકટીવીટીમાં દેખીતો સુધાર, ઉજજવલા હેઠળ 7 કરોડ હાઉસહોલ્ડને મફત એલપીજી કનેકશન અપાયા, (સરકારની એક મોટી સિદ્ધિ) પીએમ આવાસ યોજના હેઠળ નોંધપાત્ર કામગીરી, ગામોમાં શૌચાલયના નિર્માણમાં પણ કદરપાત્ર કામગીરી, 100 સ્માર્ટ સીટી પ્રોજેકટ પર કામગીરીનો આરંભ અને પસંદ કરાયેલા શહેરી વહીવટીતંત્રોને નાણાકીય સહાય શરુઆતી હપ્તાની ચૂકવણી.

આરોગ્ય સેવાઓ
વચન: નેશનલ હેલ્થકેર પ્રોગ્રામ્સ, ડીલીવરી, તબીબી શિક્ષણ અને ફાઈનાન્સીંગ, એઈમ્સ જેવી તબીબી સંસ્થાઓની રાજયોમાં સ્થાપના.
હકીકત: આયુષ્યમાન ભારતની શરુઆત. રાજયોમાં નવી એઈમ્સ સ્થાપવા કામકાજ શરુ થયું છે. ઈન્દ્રધનુષ નામે રસીકરણનો કાર્યક્રમ શરુ કરાયો.

લઘુમતીઓને સમાન તક
વચન: મદ્રેસાઓનું આધુનીકીકરણ, પરંપરાગત હસ્તકલાને પ્રોત્સાહન અને એન્ટ્રેપ્રેન્યુરિયલ સ્કીલમાં સુધારો શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણની ખાતરી.
હકીકત: મદ્રેસાઓમાં કોઈ નોંધપાત્ર સુધારા થયા નહી, માઈનોરીટી વર્ગના કલાકારો અને કારીગરો માટે ‘ઉસ્તાદ’ સ્કીમ શરુ કરાઈ.

મહિલાઓ
વચનો: બંધારણીય સુધારાઓ દ્વારા મહિલાઓ માટે 33% અનામત, ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન હેઠળ બાળકીઓનું સંરક્ષણ.
હકીકત: મહિલાઓ માટે અનામત હજુ દૂરનું સ્વપ્ન રહ્યું છે. બેટી બચાવો બેટી પઢાવો સ્કીમ શરુ કરાઈ.

રામમંદિર
વચન: બંધારણની મર્યાદામાં રહી અયોધ્યા ખાતે રામમંદિરના નિર્માણ માટે તમામ શકયતાઓ ચકાસવામાં આવશે.
હકીકત: અનેક સ્તરે વાટાઘાટો થઈ.
હાલની સ્થિતિ: સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની સમીતી દ્વારા મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવા આદેશ આપ્યો છે.


Advertisement