સૌથી ઝડપથી વિકસતા રાજયમાં બિહારે ગુજરાતને પાછળ રાખી દીધુ

14 March 2019 07:02 PM
India
  • સૌથી ઝડપથી વિકસતા રાજયમાં બિહારે ગુજરાતને પાછળ રાખી દીધુ

દેશમાં નંબર વન નીતિશ શાસનનું રાજય : ગુજરાત ત્રીજા સ્થાને

Advertisement

નવી દિલ્હી તા.14
દેશના સૌથી ઝડપતા વિકસતા રાજયોમાં બિહારે લાંબી છલાંગ લગાવીને નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે. જયારે ગુજરાત ત્રીજા સ્થાને ધકેલાયું છે. રેટીંગ એજન્સી દ્વારા દેશના 17 એવા રાજયો કે જેને નોન સ્પેશ્યલનું બિરૂદ અપાયું છે તેમાં અતયાર સુધી બિહાર 9માં ક્રમે હતું જેને 2018/19ના વર્ષમાં અત્યાર સુધીના જીડીપી આંકડા મુજબ રાષ્ટ્રીય જીડીપીથી વધુ ઉત્પાદકતા હાંસલ કરી છે અને તે 11.16 ટકા સાથે પ્રથમ ક્રમાંકે છે. બીજા ક્રમાંકે મઘ્યપ્રદેશ અને ત્રીજા ક્રમાંકે ગુજરાત આવ્યું છે. જો કે રાષ્ટ્રીય સ્તરે 6.73 ટકાનો વિકાસ દર નોંધાયો છે અને તેના કરતા રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, તેલંગણા જેવા રાજયોએ વધુ તેજ દર વિકાસદર હાંસલ કર્યો છે. પરંતુ નેશનલ સીનારીયો જોબ વિહીન ગ્રોથનો રહ્યો છે તેવુ જ આ રાજયોમાં છે. 11 રાજયો કે જે એમ્પ્લોયમેન્ટ ઇન્સેટીવ ક્ષેત્રમાં આવેલા છે. મતલબ કે ત્યાં ઉદ્યોગો સ્થાપવા માટે વધુ સાનુકૂળ જગ્યા છે. ત્યાં પણ રોજગારીનો દર નીચે રહ્યો છે. બીજો વિરોધાભાસ એ છે કે અહીં વિકાસદરની સાથે માથાદીઠ આવકમાં તેટલો વધારો થયો નથી અને તેના કારણે લોકો સુધી વિકાસ પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાના તારણ એજન્સીએ આપ્યા છે. બિહારના વિકાસમાં વિજળીના ઉત્પાદનમાં વધારોએ સૌથી મહત્વની બાબત છે. દેશમાં સૌથી સસ્તી વિજળી બિહારમાં ઉપલબ્ધ છે અને તેથી અહીં મોટા એકમો ઝડપથી આવી રહ્યા છે.


Advertisement