મોદીજી ચીની પ્રમુખ સાથે ઝુલા પર ઝુલે છે અને બોટીંગ કરે છે: રાહુલનું ટવીટ

14 March 2019 06:58 PM
India
  • મોદીજી ચીની પ્રમુખ સાથે ઝુલા પર ઝુલે છે અને બોટીંગ કરે છે: રાહુલનું ટવીટ

ડીપ્લોમસી નહી હગપ્લોમસી ચાલે છે: કોંગ્રેસનો તીવ્ર પ્રતિભાવ

Advertisement

નવી દિલ્હી તા.14
મસૂદ અઝહરને ચીને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર થતા બચાવી લેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા અને કહ્યું કે મોદીજી કેમ આ અંગે એક શબ્દ બોલતા નથી કે ચીને ભારતના તરફેણના પ્રસ્તાવને બ્લોક કર્યો છે. મોદી સરકારની ચાઈનીઝ ડીપ્લોમસી સામે પ્રશ્ર્ન ઉઠાવતા રાહુલે ટવીટમાં જણાવ્યું કે મોદીજી ચીનના વડા સાથે ગુજરાતમાં ઝુલે ઝુલ્યા હતા અને ચીનમાં બોટીંગ કર્યું હતું તથા સફારીની મજા માણી હતી. કોંગ્રેસ પક્ષે પણ પ્રહાર કરતા કહ્યું કે મોદી સરકારમાં 56 ઈંચની હગ્લોમેસી ચાલે છે. ડીપ્લોમસી નહી. ચીન પાકિસ્તાનને જોડીને ભારત સામે લાલ આંખ કરી રહ્યું છે અને મોદી સરકારની વધુ એક નિષ્ફળતા સામે આવી છે.


Advertisement