હત્યાની કોશીશના ગુનામાં આરોપી જામીન મૂકત

14 March 2019 06:56 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.14
પડધરી તાલુકાના રામપર ગામના યુવાન ઉપર હુમલો કરીને હત્યા નિપજાવવાની કોશીશના કેસમાં અદાલતે આરોપીને જામીન મુકત કરવા હુકમ કર્યા છે.
સમગ્ર કેસની હકિકત જોઇએ તો રામપર ગામના ભરત ટીંબડીયા પર ફરિયાદી તેમના ગામમાં રહેતા રમેશભાઇ ધનજીભાઇ ટીંબડીયા પાનની દુકાને બેઠેલ હોય તે સમયે જેન્તીભાઇ પરસોતમભાઇ ભોજાણી ત્યાં આવીને તેમની સાથે ઝપાઝપી કરી ઝઘડો કરેલ તે બાબતનો ખાર રાખી જેન્તીભાઇ તેમની ઇકો ગાડીમાં પુરઝડપે આવી ભરતભાઇને પાછળથી કાર ભટકાડી દેતા ઇકો કારને ભરતભાઇની ઉપર આવી જાય તે મુજબનો અકસ્માત કરતા માણસો હાજર થઇ જતા જેન્તીભાઇ ત્યાંથી નાસી ભાગી ગયેલ હતા.
જેથી ભરતભાઇ પડધરી પોલીસ સ્ટેશનમાં જેેન્તીભાઇ વિરૂઘ્ધ આઇપીસી કલમ 307, 323, 325 તથા 504 મુજબની ફરિયાદ નોંધાવેલ જે ફરિયાદ અનુસાર પડધરી પોલીસ સ્ટેશને ઘણા સમય બાદ આરોપીની અટક થયેલ જે કેસમાં આરોપીના એડવોકેટની રજુઆતને માન્ય રાખીને આરોપી જેન્તીભાઇ પરસોતમભાઇ ભોજાણીને જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ હતા.


Advertisement