વિર સાવરકર આવાસનાં કવાર્ટરમાં બુટલેગરની દાદાગીરી: યુવાનને છરી ઝીંકી

14 March 2019 06:56 PM
Rajkot

કાલાવડ રોડ અવધ બંગલા તરફ જવાના રસ્તે બનેલી ઘટના: યુવકને ગંભીર ઈજા થતા હોસ્પિટલ બીછાને

Advertisement

રાજકોટ તા.14
શહેરના કાલાવડ રોડ વીર સાવરકર નગરમાં ભાડે રહેતા ગોહીલ યુવાન પર પાડોશમાં રહેતા બુટલેગરે મકાનમાં ભાડે રહેવા બાબતે બગીચા પાસે આવી બોલાચાલી કરી છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત યુવાનને હાથમાં-મોઢાના ભાગને દસ દસ ટાંકા જેવી ગંભીર ઈજાઓની સારવાર મેળવી હતી. યુનિવર્સિટી પોલીસે યુવાનનું નિવેદન લઈ બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડ રોડ વર સાવરકર નગરમાં બી/એકસ 105માં ભાડે રહેતા રાજેન્દ્ર નંદા ગોહીલ (ઉ.29) ગઈકાલે રાત્રીના સમયે બગીચા પાસે ઉભો હતો. ત્યારે મકાન માલીક સાથે વાતચીત કરતા સમયે બીલ્ડીંગમાં પાડોશમાં રહેતા સંદીપ ગોહેલ નામના યુવાને આવી આવા લોકોને મકાન ભાડે આપવું નહીં કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ભાડે આપવા બાબતે મકાન માલીક અને ભાડુઆત સાથે બોલાચાલી કર્યા બાદ સંદીપ ગોહેલે નેફામાંથી સ્ટીલની છરી કાઢી રાજેન્દ્ર ગોહેલ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સ્ટીલની છરી બન્ને હાથના ભાગે મોઢા પર વાગતા લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં બન્ને હાથમાં દસ દસ ટાંકા અને મોઢા પર સાત ટાંકા જેવી ગંભીર ઈજાઓની સારવાર મેળવી વોર્ડમાં દાખલ થયા હતા. યુની. પોલીસે ગોહીલ શખ્સનું નિવેદન લઈ હુમલો કરનાર સંદીપ ગોહેલ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. આરોપી સંદીપ ગોહેલ વિદેશી દારૂનો વેપલો કરતો હોવાનું સ્થાનીકોએ જણાવ્યું હતું.


Advertisement