ચેક પરત ફરવાનાં ગુનામાં આરોપીને એક વર્ષની સજા

14 March 2019 06:53 PM
Rajkot Crime

વળતર પેટે રૂપિયા છ લાખ 60 દિવસમાં ચૂકવવા હુકમ

Advertisement

રાજકોટ તા.14
વ્યવહારીક કામ માટે સંબંધના નાતે આપેલા રૂપિયા છ લાખ પરત કરવા આપેલો ચેક પરત ફરતા થયેલી ફરિયાદના કેસમાં અદાલતે આરોપીને 1 વર્ષની સજા ફટકારી છે.
ફરિયાદી રૂદ્રપ્રતાપસિંહ વરજાંગભાઇ બોરીચાએ આરોપી મનસુખભાઇ સવશીભાઇ સાંકળીયા (રહે.તરઘરા)ને ઓળખતા હોવાથી સંબંધના દાવે વ્યવહારીક કામ માટે હાથ ઉછીના આરોપીએ પૈસાની માંગણી કરતા ફરિયાદીએ રકમ રૂપિયા છ લાખ પુરા તા.14/9/2015ના રોજ આરોપીને આપેલ હતા. ફરિયાદીએ આપેલ રકમની પરત માંગણી કરતા આરોપીએ ફરિયાદીને રૂા. છ લાખનો ચેક આપેલો હતો. ચેક વણચુકેલ રીર્ટન થયેલ તેમ છતાં આરોપીએ ફરિયાદીને ચેક મુજબની રકમ ચુકવેલ નહી. તેથી ફરિયાદીએ આરોપી સામે અદાલતમાં ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 હેઠળ ફરિયાદ દાખલ કરેલ જે કેસમાં અદાલતે આરોપી મનસુખભાઇ સવશીભાઇ સાંકળીયા સામે અદાલતે 1(એક) વર્ષની જેલની સજા તથા ચેક મુજબની રકમ છ લાખ રૂપિયા સાઇઠ દિવસમાં ફરિયાદીને વળતર પેટે ચુકવવા એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ એન.એચ.વસેવલીયા હુકમ કરેલ છે.


Advertisement