મોદીને ગુજ૨ાતમાં વધુ સભા-૨ેલી માટે લાવવા ક્વાયત; ૨ાહુલ-પ્રિયંકા પણ સભાઓ ગજવશ

14 March 2019 06:53 PM
Ahmedabad Gujarat

લોક્સભા ચૂંટણીમાં ભાજપે સ્ટા૨ પ્રચા૨કોની ૩૦ની યાદી બનાવી; કોંગ્રેસના ભાથામાં માત્ર પ્રિયંકા-૨ાહુલ

Advertisement

ગાંધીનગર તા.14
લોકસભા ચૂંટણી જંગમાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય દંગલ ખેલાશે ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓ છે. જ્યારે કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી મેદાનમાં ઉતર્યા છે.
ત્યારે ગુજરાત કોંગ્રેસ ના પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધી ને કોંગ્રેસ મેદાનમાં ઉતારી રહી છે અને ગુજરાતમાં સભાઓ આયોજિત કરવાનું પ્લાનીંગ ચાલી રહ્યું હોવાના અહેવાલ છે.
તો બીજી તરફ ભાજપના પ્લાન મુજબ નરેન્દ્રભાઈ મોદી ને ગુજરાત માં વધુમાં વધુ સમય બોલવાની વિચારણા ચાલી રહી છે. એક તરફ ચૂંટણી પ્રચારના દિવસો ઓછા હોવાનું રાજકીય દળોમાં મનાઇ રહ્યું છે. જ્યારે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ દેશના 29 રાજ્યોમાં પ્રચાર માટે ની જવાબદારીઓ સંભાળવા ના છે. તો બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓ ની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા 26 ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ની દિશામાં કાર્યરત બની ગઈ છે.
મનાઈ રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં તોડફોડ કરીને ભાજપના નેતાઓ 26 બેઠકો ઉપર જીતવાની જીદ કરીને બેઠા છે. ત્યારે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ તેમના સભ્યોને ભાજપમાં જતા રોકવા માટે હવાતિયાં મારે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ પાસે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સહિત 30 થી વધુ સ્ટાર પ્રચારકોની ફોજ છે. પરંતુ કોંગ્રેસ પાસે વર્તમાન સમયમાં માત્ર પ્રિયંકા ગાંધી જ છે. ત્યારે આ સ્થિત વચ્ચે ભાજપ ગુજરાત ની 26 બેઠકો જીતવા સામ ,દામ ,દંડ અને ભેદ અજમાવીને બેઠકો મેળવવા પ્રયત્નશીલ બન્યું છે. અત્રે નોંધનીય છે કે ભાજપને રાજ્યના મહાનગરો અને શહેરી વિસ્તારોમાં થી વધુ બેઠકો મળશે તેમ રાજનૈતિક વિશ્લેષકો માની રહ્યા છે. કારણ કે આ બેઠકો પર કોંગ્રેસ પાસે મજબૂત ઉમેદવારો ઉપલબ્ધ નથી.
તો બીજી તરફ આ વર્ષની ચૂંટણી માં જ્ઞાતિ વાદ નું રાજકારણ ભરપુર છે. ત્યારે તેવી બેઠકો કોંગ્રેસ માટે જીતવી સરળ બની શકેછે. અને તેના કારણે ભાજપના અગ્રણી નેતાઓ આ ગણિત થી વ્યાકુળ બન્યા હોવાનું મનાય રહ્યું છે. પરંતુ આવનાર દિવસોમાં ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો હસ્તક કરવા અનેક રાજકીય દાવપેચ સામે આવશે તેમ મનાઇ રહ્યું છે.


Advertisement