રાજકોટનાં શિવનગરનાં બંધ મકાનમાંથી રોકડ-દાગીના સહિત રૂા.73 હજારની તસ્કરી

14 March 2019 06:52 PM
Rajkot

પરિવાર મોરબીના વિરપરડા ગામે પાણીઢોળમાં ગયો ને તસ્કરોએ ખાતર પાડયું:સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

Advertisement

રાજકોટ તા.14
શહેરના શિવનગર રાજશ્રી બજાજ શો રૂમ પાસે રહેતો પરિવાર મોરબી પાણીઢોળમાં ગયો ને તસ્કરોએ તેના ઘરમાં ખાતર પાડી રૂા.73,500ની તસ્કરી કર્યાની માલવીયા પોલીસ મથકના સ્ટાફે ફરીયાદ નોંધી તપાસ આદરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શિવનગર શેરી નં.11માં રહેતા પ્રભાતસિંહ અણદુભા જાડેજા (ઉ.63) નામના વૃધ્ધે માલવીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હું ગોંડલ રોડ પંચવટીની સામે નક્ષત્ર કોમ્પલેક્ષમાં એટીએસ સીકયોરીટીમાં નોકરી કરું છું.
ગઈ તા.4/3ના સાંજના સમયે મારા સગા નાનાભાઈ ઘનશ્યામસિંહ અણદુભા જાડેજા ઉ.56 રહે. વિરપરડા ગામ તા.જી. મોરબી વાળાનું અવસાન થઈ જતા અમો પરીવારના બધા સભ્યો વીરપરડા ગામ ગયેલ હતા અને મારી દીકરી વૈશાલીબા ઉર્ફે ચકુબા વા/ઓ યુવરાજસિંહ ચુડાસમા ઉ.26 રહે. ગીતાનગર શેરી નં.6 પી એન્ડ ટી કોલોની પાસે ગોંડલ રોડ રાજકોટ વાળા તથા મારા જમાઈ યુવરાજસિંહ મારા ઉપરોકત ઘરે રહેતા અને ધ્યાન રાખતા હતા જે દરમ્યાન તા.11/3ના રોજ મારી દીકરી વૈશાલીબા અને જમાઈ યુવરાજસિંહ બંને વીરપરડા ગામ મારા નાનાભાઈના અવસાન નિમિતે રાખેલ પાણીઢોળમાં આવેલ હતા અને સાંજના સમયે તેઓ રાજકોટ જવા નીકળી ગયેલ હતા અને તેઓ સીધા શિવનગર સ્થિત મારા ઘરે ગયેલ અને ત્યાં એક કલાક જેટલો સમય રહી સાંજના સાતેક વાગે તરત જ તેના ગીતાનગર ઘરે જતા રહેલ હતા ત્યારે તા.12/3ના સવારના સમયે છએક વાગ્યાની આસપાસ મારા જમાઈ યુવરાજસિંહનો મારા પર ફોન આવેલઅને જણાવેલ કે તમારા શિવનગર શેરી નં.11 વાળા ઘરનું તાલુ તૂટેલ છે અને ચોરી થયેલ છે તમે ઘરે આવી જાવ જેથી તાત્કાલીક હું મારા પત્ની રાજકુંવરબા તથા મારા બંને પુત્રો મહિપાલસિંહ અને અજયરાજસિંહ વાળશ રાજકોટ મારા ઉપરોકત ઘરે પરત આવેલ અને જોતા ઘરની ડેલીનું મેઈન તાળુ તૂટેલ હતું જેથી અંદર જઈ જોતા રૂમના દરવાજાનું તાળુ તૂટેલ હતું અને તે રૂમની અંદર જઈ ચેક કરતા ઘરની અંદરનો લોખંડનો કબાટ જે ખુલ્લી હાલતમાં પડેલ હતો અને કબાટનો સર સામાન વેર વિખેર હાલતમાં પડેલ હતો જે કબાટની તિજોરી તુટેલી હાલતમાં હતી અને તેમા રાખેલ રૂા.11 હજાર રોકડા તથા સોનાના દાગીના જેમાં સોનાની બે તોલાની લકકી નંગ 01 જેની કિં. રૂા.50 હજાર ગણી શકાય તે સોનાની અડધા તોલાની વીંટી નંગ 1 જેની કીંમત રૂા.12,500 ગણી શકાય તે જણાઈ આવેલ નહીં આમ રોકડા સોનાના દાગીના મળી કુલ 73,500ના મતાની કોઈ અજાણ્યો ચોર ઈસમ ઘરનું તાળુ તોડી ચોરી કરી ગયાનું જાણવા મળતા તુરંત માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પીએસઆઈ જે.કે. પાંડાવદરા સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજ તેમજ ફીંગર પ્રીન્ટસના નિષ્ણાંતની મદદ લીધી હતી.


Advertisement