ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપી જામીન મૂકત

14 March 2019 06:51 PM
Rajkot Crime

રૂા.પ.પ2 લાખના કોકેઇન સહિત

Advertisement

રાજકોટ તા.14
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા કુવાડવા પોલીસ સ્ટેશનની સામે પોલીસે રૂા.પ.52 લાખના ડ્રગ્સ, કોકેઇન સાથે પકડેલા ત્રણ પૈકીના બે શખ્સને અદાલતે જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે. આ બનાવની વિગત એવી છે કે તા.13/1ના રોજ એસઓજી શાખાના પીએસઆઇ ઓ.પી.સીસોદીયા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ હાઇવે પર જુના કુવાડવા પો.સ્ટે.ની સામે આવેલ પુલની સામેના છેડે 3 ઇસમો કોઇપણ જાતના પાસપરમીટ કે આધાર વગર 38 ગ્રામ અને 540 મિ.ગ્રામ કોકેઇન તથા 16 ગ્રામ અને 750 એમ.એલ. એમેફેટેમાઇન નામના માદક પદાર્થ જેની ઇન્ટરનેશનલ કિંમત રૂા.પ,52,900 થાય છે તેને કબ્જામાં રાખીને ઉભા છે. જેથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ છે. જે કામે આ કામના આરોપી વિક્રમસિંહ સુખદેવસિંહ જાડેજા (રહે.શ્રીકૃષ્ણકુંજ, માલધારી ચોક, નહેરૂનગર-પ, પાવન નટુભાઇ મકવાણા (રહે.ન્યુ રાજદીપ સોસાયટી-1) વિગેરે ત્રણની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા તથા ગુન્હા સબબ એનડીપીએસની સજાની જોગવાઇને ઘ્યાને લેતા એનડીપીએસ એકટ અન્વયે ઉપરોકત નોટીફીકેશનમાં જણાવેલ કોમર્શીયલ કવોન્ટીટીથી ઓછો અને સ્મોલ કવોન્ટીટીથી વધારે જથ્થો હોય ત્યારે 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. હાલના આરોપી વિરૂઘ્ધ અપેક્ષીત ગુન્હાની ટ્રાયલ ચલાવવાની સતા આ અદાલતને છે. અરજદારો (આરોપી) વિરૂઘ્ધ આક્ષેપીત ગુન્હા સબબ તમામ મુદામાલ સહ આરોપી પાસેથી કબ્જે થઇ ગયેલ છે. જયારે હાલના અરજદાર (આરોપી) પાસેથી રેડ દરમિયાન અંગજડતી દરમિયાન કોઇ ચીજવસ્તુ કે કોઇ મુદામાલ મળી આવેલ હોય તેવુ જણાઇ આવતું ન હોય જેથી જામીન ઉપર છોડવા દલીલો કરેલ. અદાલતે આરોપી પક્ષની દલીલોને ઘ્યાને લઇ બંને આરોપીને રૂા.1પ-1પ હજારના શરતી જામીન પર છોડવા હુકમ ફરમાવેલ હતો.


Advertisement