સામાકાંઠે ગળુ દબાવીને પત્નીને પતાવી દેતો પતિ : ધ૨પકડ

14 March 2019 06:49 PM
Rajkot Crime
  • સામાકાંઠે ગળુ દબાવીને પત્નીને પતાવી દેતો પતિ : ધ૨પકડ
  • સામાકાંઠે ગળુ દબાવીને પત્નીને પતાવી દેતો પતિ : ધ૨પકડ

બે દિવસ પૂર્વે પિ૨ણિતાના મોત બાદ ફો૨ેન્સીક પોસ્ટમોર્ટમમાં ભાંડો ફુટયો : પરિવારજનોને અશોકે કહ્યું ‘મારાથી મોટી ભૂલ થઇ ગઇ’ પત્નીનું ગળુ દબાઇ ગયેલ છે : મૃતક પરિણીતાનાં પિતાની ફરિયાદ પરથી બી-ડીવીઝન પોલીસમાં ખુનનો ગુનો નોંધાયો

Advertisement

રાજકોટ તા.14
રાજકોટ શહેરનાં સદગુરૂ રણછોડનગરમાં એક પરિણીતાનું બેભાન અવસ્થાની સારવારમાં મૃત્યુ થયાની ઘટનામાં ફોરેન્સિક પીએમ રીપોર્ટ દુધનું દુધ અને પાણીનું પાણી કરી નાખ્યું હોય તેમ શ્ર્વાસ રૂંધાવાથી પરિણીતાનું મોત થયાનું બહાર આવ્યા બાદ આ સમગ્ર મામલો હત્યા તરફ ફંંટાઇ જતાં સનસનાટી મચી ગઇ હતી. મૃતક પરિણીતાનાં પિતાની ફરિયાદ પરથી પરિણીતાના પતિને બી-ડીવીઝન પોલીસે ઉઠાવી લીધો છે. હત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. પોતાની પત્ની બેભાન બની ગઇ હોય, દવાખાને ખસેડાઇ હોવાનાં પ્રારંભીક નાટક બાદ પતિ અશોકનાં કરતૂતનો ભાંડો ફૂટી જતાં પોલીસે અશોકને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ રાજકોટમાં સદગુરૂ રણછોડનગર-7માં રહેતા અશોક જેશીંગ વાઢરનાં પત્ની વર્ષાબેન તા.12/3ના રોજ ઘરે બેભાન બની જતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
અહીં ફરજ પરનાં તબીબોએ વર્ષાબેનને મૃત જાહેર કરતાં વર્ષાબેનનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં શંકાસ્પદ મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાતા શ્ર્વાસ રૂંધાતા વર્ષાબેનનું મૃત્યુ થયું હોવાનો રીપોર્ટ આવતા પોલીસ તંત્ર ચોંકયું હતું.
બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ વી.જે.ફર્નાનિડસ રાઇટર મનોજભાઇ, હેડ કોન્સ્ટેબલ વિરમભાઇ ધગલ, કેતનભાઇ પટેલ, મહેશભાઇ ચાવડા વિગેરેએ હરકતમાં આવી વર્ષાબેનનાં પતિ અશોકને ઉઠાવી લઇ આગવી ઢબે પુછપરછ કરતાં અશોે તેમનાથી ભૂલથી પત્નીનું ગળુ દબાવાઇ ગયું હોવાનું કબુલ્યાનું કહેવાય છે.
બીજી બાજુ વર્ષાબેનનાં પિતા વિજયભાઇ મુળુભાઇ ચૌહાણે મારી દિકરીનું ગળુ દબાવીને હત્યા કરાઇ હોવાની ફરિયાદ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અશોક જેસીંગ વાઢેર સામે ખૂનનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ ફરિયાદમાં મૃતક વર્ષાબેનનાં પિતાએ જણાવ્યું છે કે તેમને સંતાનમાં બે પુત્રોમાં સૌથી મોટો અશ્ર્વિનભાઇ, પુત્રી વર્ષાબેન, ત્રીજી પુત્રી કોમલબેન અને ચોથો પુત્ર જયપાલ છે.
બંને પુત્રો અમદાવાદ રહે છે. પુત્રી વર્ષાનાં તા.13/2/15ના રોજ રાજકોટ સદગુરૂ રણછોડનગરમાં રહેતા જેસીંગ કાના વાઢેરનાં પુત્ર અશોક સાથે લગ્ન કર્યા હતા. જમાઇ અશોક ખેતી તેમજ ઘરે ચાંદીકામ કરે છે. સંયુકત પરિવારમાં પુત્રી સાસુ જયાબેન, સસરા જેસીંગભાઇ, જેઠ સંજયભાઇ અને જેઠાણી હેતલબેન સાથે રહે છે.
તા.12ના રોજ વિજયભાઇ તેમના પત્ની ભાનુબેન સાથે અમદાવાદ ખાતે પુત્ર જયપાલનાં ઘરે હતા ત્યારે તેમના નાનાભાઇ હેમુભાઇને ફોન આવ્યો હતો કે વર્ષાબેનને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તબિયત સીરીયસ છે.
આવા માઠા સમાચાર મળતાં જ વિજયભાઇ અને તેમના પત્ની અમદાવાદથી રાજકોટ આવવા નીકળ્યા હતા. ત્યારે આ દંપતિ કુવાડવા ગામ પાસે પહોંચ્યું ત્યારે હેમુભાઇનો સંપર્ક કરતા તેમણે સીધા સિવિલ હોસ્પિટલે આવવા કહેતા વિજયભાઇ સિવિલે પહોંચતા પીએમ રૂમમાં પુત્રીનો મૃતદેહ જોઇને તેઓ ભાંગી પડયા હતા.
વિજયભાઇએ પુત્રી વર્ષાના ગળાનાં ડાબા ભાગે લોહી મરી ગયાના લાલા ચાંઠા જોતા તેઓને શંકા ઉપજી હતી. જે શંકા સાચી ઠરી હોય તેમ ફોરેન્સિક પીએમ રીપોર્ટમાં પણ શ્ર્વાસ રૂંધાવાથી વર્ષાબેનનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં આવતાં પોલીસ પણ અચરજ પામી હતી.
પોલીસ સહિતનાં પરિવારજનોને ગેરમાર્ગે દોરવાનો અશોકનો પ્રયાસ નિષ્ફળ
12મી માર્ચની ઘટનામાં અશોકે સૌ પ્રથમ પત્ની વર્ષાબેન અચાનક બેભાન થઇ ગઇ હોય, સારવારમાં ખસેડવામાં આવી હોવાનાં ગાણા ગાયા હતા. પણ ફોરેન્સીક પીએમ રીપોટૃ અશોકનો નકાબ ચિરી દુધનું દુધ અને પાણીનું પાણી કરી નાંખતા આ ઘટના હત્યામાં ફેરવાઇ ગઇ છે. બી-ડીવીઝન પોલીસે હાલ પત્નીનાં હત્યારા અશોકની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
પુત્રીની દેરાણીએ બનાવની આપી ચોંકાવનારી વિગતો
વિજયભાઇ ચૌહાણે ફરિયાદ જણાવ્યું છે કે પુત્રી વર્ષાનાં દેરાણી હેતલબેને જણાવેલ કે વર્ષા અને અશોક બંને જણા તેમના ઉપરનાં રૂમમાં હતા. અચાનક અશોકભાઇ ગભરાયેલ હાલતમાં નીચે ઉતરી મારાથી મોટી ભૂલ થઇ ગઇ છે પત્નીનું ગળુ દબાવાઇ ગયું છે તેવુ જણાવતાં તાત્કાલીક પરિવારજનોએ મકાનનાં ઉપરનાં માળે પહોંચતા બેભાન પડેલા વર્ષાબેનને તાત્કાલીક વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયેલ જયાં તબીબોએ વર્ષાબેનને મૃત જાહેર કર્યા હતાં.
બે નાના સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
પતિના હાથે મોતને ઘાટ ઉતરેલા વર્ષાબેનને 13/14 વર્ષનાં લગ્નગાળા દરમિયાન બે સંતાનોમાં પુત્રી તેજસ્વી (ઉ.વ.12) અને પુત્ર ધ્રુવ (ઉ.વ.8) છે. આ બંને સંતાનો હજુ તો દુનિયાદારીને ઓળખે તે પહેલા જ માતાની છત્રછાંયા ગુમાવી દેતા ચૌહાણ પરિવારમાં શોક ફેલાયો છે.


Advertisement