હોસ્પિટલો-જેલમાં અનાજ સપ્લાય કરતા ધંધાર્થીનો ધાણાજીરૂનો નમુનો ફેઈલ થયો: રૂા.એક લાખના

14 March 2019 06:38 PM
Rajkot

હળદરની ભેળસેળ ખુલી: ફેબ્રુઆરીમાં 198 ધંધાર્થીને ત્યાં ચકાસણી, 180 કિલો માલનો નાશ

Advertisement

રાજકોટ તા.14
મહાપાલિકાએ છ માસ મહિના પહેલા પ્રોવિઝન સ્ટોરમાંથી લીધેલો ધાણાજીરૂનો નમુનો ફેઈલ જતા ધંધાર્થીને રેસી. એડી. કલેકટરે રૂા.1 લાખનો દંડ કર્યો છે. આ કેસ મહાપાલિકાની ફૂડ શાખાએ જીલ્લા અધિકારી સમક્ષ રજૂ કરતા આ કાર્યવાહી થયાનું આજે ફૂડ શાખાએ જાહેર કયુર્ં છે.
વોર્ડ નં.13માં એચજે દોશી હોસ્પીટલ રોડ પર આવેલા રામનગરના શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોરમાંથી આ સેમ્પલ છ માસ પહેલા લેવામાં આવ્યું હતું જેમાં ભેળસેળ ખુલતા ફૂડ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તેમ ડેઝી. ઓફીસર અમીત પંચાલે જણાવ્યું હતું. આ વેપારી સરકારી હોસ્પીટલો, જુદી જુદી જેલમાં અનાજની સપ્લાય કરતા હોય સરકારની સુચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગની ફેબ્રુઆરી-2019 દરમ્યાન મ્યુનિ. કમિશ્ર્નર બંછાનીધી પાનીની સુચનાથી જન આરોગ્યના હિતાર્થે શહેરમાંથી મહિનામાં લેવાયેલા ફૂડ સેમ્પલ, દંડ, નોટીસ તેમજ બીન આરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી નાશ કરવા અંગે વિગતો જાહેર કરવામાં આવેલ છે.
ફૂડ શાખા દ્વારા ફેબ્રુઆરીમાં કુલ 22 ખાદ્ય ચીજોમાં નમુના રાજકોટ શહેરના જુદા જુદા સ્થળોએ લેવામાં આવેલા હતા. એજયુડીકેશન માટે દાખલ કરેલ અરજી અન્વયે વેપારી કણસાગરા કેયુશકુમાર નટવરલાલ (ધાણા જીરૂ)ને કુલ રૂા. 1,00,000નો દંડ કરવામાં આવેલ હતો. ફૂડ ચેકીંગ કામગીરી દરમ્યાન જોવા મળતી ક્ષતિઓ બાબતે હાઈજીનીક ક્ધડીશનમાં 20 આસામીઓને નોટીસ આપવામાં
આવી હતી.
ભકિતનગર સર્કલ, સોરઠીયા વાડી સર્કલ, રેસકોર્ષ, પેડક રોડ વિગેરે વિસ્તારમાં આવેલ રેકડી બજારમાં, હોકર્સ ઝોનમાં ખાદ્ય ચીજ તથા હાઈજીન અંગે કુલ 198 ધંધાર્થીના ચકાસણી દરમ્યાન મળી આવેલ બીન આરોગ્યપ્રદ, વાસી, પડતર પેરીશીબલ ખાદ્યસામગ્રી કુલ 180 કી.ગ્રા. નાશ કરાવામાં આવેલ હતી.
જુદા જુદા ધંધાર્થીને કુલ 31 ફૂડ લાયસન્સ તથા 120 ફૂડ રજીસ્ટ્રેશન ઈસ્યુ કરવામાં આવેલ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ બુક ફેરમાં ફૂડ કોર્ટનું આયોજન તેમજ સુપરવિઝનની કામગીરી કરવામાં આવી હતી.


Advertisement