ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલની અટક: પિતા-પુત્રની ઉલટ તપાસ

14 March 2019 05:31 PM
Ahmedabad Gujarat
  • ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલની અટક: પિતા-પુત્રની ઉલટ તપાસ
  • ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલની અટક: પિતા-પુત્રની ઉલટ તપાસ

ચોતરફથી ભીંસ વચ્ચે અમદાવાદ એરપોર્ટેથી જ અટકમાં લઈ લેવાયા: પોલીસ દ્વારા ધનિષ્ટ પુછપરછ: સાંજ સુધીમાં વિધિવત ધરપકડ બાદ રીમાંડ મંગાવાનો નિર્દેશ

Advertisement

અમદાવાદ તા.14
ભાજપ નેતા જયંતી ભાનુશાળીની હત્યાના મુખ્ય સૂત્રધાર છબીલ પટેલની આજે અમદાવાદ એરપોર્ટ પર અટકાયત બાદ તેને પોલીસ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આજે સવારે છબીલ પટેલ અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હતા ત્યારે એસઆઈટીએ તેની અટક કરીને પોલીસ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છબીલ પટેલ અગાઉ તેના પુત્રની પણ પોલીસે ધરપકડ કરી હતી ત્યારે પિતાની અટક થતા પોલીસે બાપ-દીકરાને સામસામા રાખીને ઉલટ તપાસ કરી હતી.
આ તકે પોલીસે જણાવ્યું હતું કે ભાનુશાળી સામે સુરતમાં કેસ થયો ત્યારે સમાધાનની વાતો થઈ હતી. આજે જયારે છબીલ પટેલની ભાનુશાળી હત્યા કેસમાં અટક કરાઈ છે ત્યારે આજ સાંજ સુધીમાં છબીલ પટેલની વિધિવત ધરપકડ બાદ રિમાન્ડ માંગવામાં આવશે. આ રિમાન્ડ દરમિયાન છબીલ પટેલ પાસેથી કંઈક નવા જુની થાય તેવી વિગતો બહાર આવવાની સંભાવના છે.


Advertisement