રામનામે પથરાં, મોદી નામે પ્રોડકટ તરે છે: ફેસબુક પર પગબી વાલા ચશ્માનું વેચાણ

14 March 2019 05:27 PM
India
  • રામનામે પથરાં, મોદી નામે પ્રોડકટ તરે છે: ફેસબુક પર પગબી વાલા ચશ્માનું વેચાણ

ફેસબુક પર વડાપ્રધાનની લોકપ્રિયતા વટાવતા ગઠિયા

Advertisement

બેંગાલુરુ તા.14
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા બેબીચક્ર, બેન્ટી-યુવી સનાલીસીસની અજાણ બ્રાન્ડ તથા ઓછામાં ઓછી પાંચ નાની રિક્રુટમેન્ટ એજન્સીઓ મોદીના ફોટોગ્રાફનો તેમના વિજ્ઞાપનોમાં ઉપયોગ કરી રહી છે.
ફેસબુકની એડ લાઈબ્રેરી પરથી આ વાતનો ખુલાસો થયો છે. રાજકીય અથવા રાષ્ટ્રીય મહત્વની જાહેરાતોના સર્વેબલ આર્કાઈવને એડ લાઈબ્રેરી કહેવામાં આવે છે.
નેતા અથવા સેલીબ્રીટી પરિબળનો લાભ ઉઠાવી સોશ્યલ મીડીયામાં તહેલકો મચાવવા આવી સ્મોલ બ્રાન્ડ અથવા ગઠિયા મેદાને પડતા હોય છે. ફેસબુકના સતાવાળાઓએ જણાવ્યું હતું કે આવી એડસ શરુ થઈ એ પછી ધ્યાનમાં આવ્યું કે એ રાજકારણ અને રાષ્ટ્રીય મહત્વના મુદા સંબંધી છે અને એને એ રીતે ટેગ કરી દૂર કરવામાં આવી હતી. ફેસબુકએ જણાવ્યું છે કે રાજકીય જાહેરાતો પર તેણે કડક નિયંત્રણો મુકયા છે. ભારતીય રાજકારણ સાથે સંકળાયેલી તમામ ફેસબુક એડએ કંપનીની ઓથોરાઈઝેશન પ્રોસેસને વળગી રહેવું પડશે. પોલિટીકલ એડવર્ટાઈઝમેન્ટસ એ તેમના પબ્લીશર્સ અને નાણા આપનારા (ફંડર્સ)ની વિગતો જાહેર કરવી પડશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આચારસંહિતા સોશ્યલ મીડીયાને પણ લાગુ પાડવા નિર્ણય કર્યો છે.
એક ફેસબુક વિજ્ઞાપનમાં વિસ્ફોટથી દૂર જતા, બન્ને હાથમાં પિસ્ટલ અને પીઠે બાંધેલી શોટગન, કાઉબોય રેટ અને કાળા ચશ્મા પહેરેલા માણસના સ્થાને વડાપ્રધાનના ચહેરાને મોર્ફ કર્યો હતો, આ એડ. પગલીવાલા ચશ્મા માટે છે અને રૂા.799માં એ પહેરી શકાય છે. પબ્લીક સાથેની વાતચીતમાં વડાપ્રધાને ઓનલાઈન ગેમનો ઉલ્લેખ કર્યો એમાંથી આ ટેગલાઈન ઉઠાવી લેવાઈ હતી.
ઓનલાઈન પેરેન્ટીંગ પ્લેટર્સર્મ્સ બેબી-ચક્ર અને રીલોફીમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લોગો અને ગર્ભવતી મહિલાની બાજુમાં મોદીનો ફોટો બતાવાયો છે.
અન્ય કંપનીઓએ પણ તેમની પ્રોડકટસ અને સર્વિસ મોદીના ફોટોગ્રાફનો ઉપયોગ કર્યો હતો.
ફ્રેશર્સ ગ્રુપ, ટુડે વોકીન્સ, ગવર્નમેન્ટ જોબીસીસય, ઓમ નોકરી અને પ્રાઈવેટ જોબ્સ જેવા જોબ સર્ચ અને રિક્રુટમેન્ટ પોર્ટલોએ પણ આવી તરકીબ અપનાવી છે.
1950ના એમ્લેમ્બસ એન્ડ નેમ્સ એકટ હેઠળ વડાપ્રધાનના નામ અને ફોટાનો વ્યાપારી ઉપયોગ થઈ શકતો નથી. 2016માં મોદીના ફોટાનો ઉપયોગ કરવા બદલ રિલાયન્સ જિયો અને પેટીએમ પર પસ્તાળ પડી હતી.


Advertisement