ભીમ આર્મીના વડા ચંદ્રશેખરને પ્રિયંકા ગાંધી મળ્યા: એકતીરથી બે શિકાર?

14 March 2019 05:24 PM
India
  • ભીમ આર્મીના વડા ચંદ્રશેખરને પ્રિયંકા ગાંધી મળ્યા: એકતીરથી બે શિકાર?
  • ભીમ આર્મીના વડા ચંદ્રશેખરને પ્રિયંકા ગાંધી મળ્યા: એકતીરથી બે શિકાર?
  • ભીમ આર્મીના વડા ચંદ્રશેખરને પ્રિયંકા ગાંધી મળ્યા: એકતીરથી બે શિકાર?
  • ભીમ આર્મીના વડા ચંદ્રશેખરને પ્રિયંકા ગાંધી મળ્યા: એકતીરથી બે શિકાર?

કોંગ્રેસમાં હવે કોઈક ‘વિચારવા’ વાળા નેતા આવ્યા છે : માયાવતીએ ઉપેક્ષિત કરેલા દબંગ દલિત યુવાન માટે કહ્યું આ છોકરાનો સંઘર્ષ મને ગમે છે: વારાણસીમાં મોદી સામે ઉમેદવાર? : યોગીને ખુદની લોકસભા બેઠકની સલામતીની ચિંતા: ઉમેદવાર શોધે છે : શત્રુઘ્નસિંહા તા.22ના રોજ નવા પક્ષમાં પ્રવેશશે: પત્નીને પણ લડાવવા તૈયારી : લો સંબિતપાત્રાએ હાફીસ સઈદને ‘જી’ કહ્યું હતું: કોંગ્રેસે જુની ટેપ રીલીઝ કરી

Advertisement

નવી દિલ્હી: પ્રિયંકા ગાંધી કોંગ્રેસમાં સક્રીય થયા બાદ હવે આ પક્ષ કોઈ વ્યુહરચનાની આગળ વધતો હોય તેવું જણાય છે. ખાસ કરીને ઉતરપ્રદેશમાં કોંગ્રેસ તમામ પક્ષોથી આગળ રહીને તેના લોકસભાના ઉમેદવારની બીજી યાદી જાહેર કરી દીધી છે અને આ રીતે માયાવતી કે સપા તેની સામે ગઠબંધન કરવા આવે તેની રાહ જોઈ નથી.
કોંગ્રેસ પક્ષે યુપીમાં આ રીતે એ પણ સાબીત કરવાનો પ્રયાસ કર્યો છે કે જેઓ એમ કહેતા હતા કે તેની પાસે ચૂંટણી લડવા માટે ઉમેદવાર પણ નથી તેને પણ આ જવાબ આપી દીધો છે તો ગઈકાલે પ્રિયંકા ગાંધીએ વધુ એક માસ્ટર સ્ટ્રોક લગાવી ભાજપ માટે ચિંતા તો શરુ કરી જ છે. અહીના શક્તિશાળી ભીમ આર્મીના વડા ચંદ્રશેખરને મળવા માટે ખુદ પ્રિયંકા ગાંધી પહોંચી ગયા અને સૌને માટે આશ્ર્ચર્ય સર્જી દીધું. પ્રિયંકા અને યુપીના તેના સાથીદાર જયોતિરાદીત્ય સિંધીયા બન્ને બેઠકની આનંદ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા ચંદ્રશેખરને મળવા ગયા તેમના આ કાર્યક્રમનો અંદાજ ભાગ્યે જ કોઈને હશે. ઈવન મેરઠ પોલીસને પણ આખરી ઘડીએ જાણ થઈ હતી. અગાઉ માયાવતીના કટ્ટર સમર્થક ગણાતા ચંદ્રશેખરને પક્ષના દલિત હરીફ માનીને માયાવતીએ બહું ‘ભાવ’ આપ્યો ન હતો અને તે બસપામાં જોડાઈ જાય તો જ કઈ મહત્વ આપશે તેવી શરત મુકી જેની સામે પ્રિયંકા ગાંધીએ ચંદ્રશેખરને હવે કોંગ્રેસ સાથે લેવાની તૈયારી કરી છે. જેનાથી ફકત માયાવતી જ નહી ભાજપને પણ મોટો આંચકો છે. ભીમ આર્મીએ પુર્વી યુપીમાં એક શક્તિશાળી દલિત સંગઠન છે. પ્રિયંકાએ પત્રકારો સાથેની વાતચીતમાં પક્ષે આ છોકરાનો સંઘર્ષ ગમી ગયો છે તેવું જણાવીને કોંગ્રેસ તેને સાથ આપશે તેવો સંકેત આપી દીધો છે. ચંદ્રશેખર ખુદને કાશીરામના સમર્થક ગણાવે છે અને તા.15 માર્ચના કાંશીરામ જયોતિએ દિલ્હીમાં રેલી પણ યોજી છે. હવે તેણે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પ્રિયંકાએ પત્રકારોને કહ્યું કે તમો કદાચ આ મુલાકાતમાં રાજકારણ જુઓ છો પણ હું તે જોતી નથી. મને આ છોકરાનો સંઘર્ષ પસંદ છે.
યોગીનો વારસદાર કોણ?
ઉતરપ્રદેશમાં ગોરખપુર લોકસભા બેઠક પર કોણ ચૂંટણી લડે તે અંગે ભાજપમાં ચર્ચા છે.
યોગી મંગળવારે ગોરખપુર ગયા હતા અને તેના સમર્થકો સાથે લંબાણભરી બેઠક કરી હતી. આ બેઠક પર યોગી સતત પાંચ ટર્મ જીત્યા હતા પણ મુખ્યમંત્રી બનતા રાજીનામુ આપ્યું અને પેટા ચૂંટણી યોજાતા સપા-બસપાએ સંયુક્ત ઉમેદવાર ઉભા રાખી ભાજપને પરાજીત કર્યાનું આ બેઠક પર એક વખત તો યોગીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. હવે જો અહી ભાજપ હારે તો યોગી સામે પ્રશ્ર્ન સર્જાઈ શકે છે. સપા-બસપા અહી પેટાચૂંટણી જીતેલા પ્રવિણ નિષાદને જ ફરી ટિકીટ આપનાર છે.
શત્રુઘ્નસિંહાના પત્નીને ટિકીટ
ભાજપ હવે શત્રુઘ્નસિંહાને તો ભાજપ ટિકીટ આપશે નહી તેવા સંકેત છે અને શત્રુઘ્ન તા.22 માર્ચ બાદ કોઈ રાજકીય પક્ષનો હાથ પકડી શકે છે અને ખબર એ પણ છે કે શત્રુઘ્ન ઉપરાંત તેના પત્ની પુનમસિંહા પણ ચૂંટણી લડી શકે છે. સમાજવાદી પક્ષ તેને લખનૌ કે અન્ય કોઈ જાણીતી બેઠક પર ઉમેદવાર બનાવી શકે છે. જયારે શત્રુઘ્નસિંહા તેમની પટણા સાહેબ બેઠક પરથી કોંગ્રેસની ટિકીટ પર સુધી લડી શકે છે. શત્રુઘ્નએ આ બેઠક ભાજપની ટિકીટ પર બે વખત જીતી છે.
મસૂદજી બાદ હવે હાફીસ જી...
રાહુલ ગાંધીએ મસૂદજી કહ્યું કે વિવાદ સર્જાયો અને ભાજપના પ્રવકતા સંબિતપાત્રાએ આ મુદે ટીવી ચેનલો ગજાવી દીધી. હવે કોંગ્રેસ પાત્રાનો એક જૂનો વિડીયો રીલીઝ કર્યો છે જેમાં ખુદ સંબિત પાત્રા લશ્કરે તોયબાના વડા હાફીસ સઈદને ‘હાફીસજી’ તરીકે સંબોધન કરે છે. 2007મા ન્યુઝ 18 ચેનલ પર સંબિતપાત્રાએ એક ચર્ચામાં પાત્રાએ આ રીતે ‘હાફીસજી’ સંબોધન કર્યુ હતું. કોંગ્રેસના પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ આ વિડીયો રીલીઝ કરીને તેને ભાજપની વેબસાઈટ પર મુકવા સલાહ આપી હતી અને ભાજપના નેતા કમ પત્રકાર પ્રકાશ વૈદિક પાકિસ્તાન જઈને હાફીસ સઈદને ભેટયા હતા તે તસ્વીર પણ જારી કરી છે.


Advertisement