તા.17થી ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક: રાજકોટ માટે તા.19ના વિચારણા

14 March 2019 05:08 PM
Rajkot Gujarat
  • તા.17થી ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક: રાજકોટ માટે તા.19ના વિચારણા

રવિવારથી જ ગુજરાત ભાજપ દ્વારા ઉમેદવારોની પેનલ બનાવવાની કામગીરી શરુ : સોમ અને મંગળવારે સૌરાષ્ટ્રની લોકસભા બેઠક માટે નિરીક્ષકોના રીપોર્ટ પર ચર્ચા કરીને ગુજરાત ભાજપ ત્રણ નામોની પેનલ તૈયાર કરશે

Advertisement

રાજકોટ તા.14
ગુજરાતમાં આગામી સમયમાં ઉમેદવારો પસંદ કરવા માટે ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની તારીખો જાહેર થઈ ગઈ છે. આજથી રાજયભરમાં નિરીક્ષકો સેન્સ લઈ રહ્યા છે અને તે કામગીરી બે દિવસ ચાલશે. ત્યારબાદ નિરીક્ષકો તેમનો રીપોર્ટ પ્રદેશ મોવડીઓને સોંપશે અને રવિવારથી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરુ થનાર છે અને તેમાં વિસ્તારવાઈઝ દરેક બેઠકનું સમીક્ષા કરીને ઉમેદવારોની પેનલ બનાવી તે કેન્દ્રીય મોવડીઓને મોકલી અપાશે. તા.17,18 અને 19 સતત ત્રણ દિવસ માટે પ્રદેશ ચૂંટણી સમીતીની બેઠક ચાલશે. ભાજપે આજે તેનો સતાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં તા.19 અને મંગળવારે રાજકોટ સંસદીય બેઠક અંગે પાર્લામેન્ટરી બોર્ડ પેનલ બનાવશે. તા.19ના રાજકોટ ઉપરાંત કચ્છ, પોરબંદર, જુનાગઢના ઉમેદવારના નામની ચર્ચા થશે જયારે તે પહેલા તા.18ના રોજ જામનગર, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરના નામોની ચર્ચા થશે અને તેના આધારે પેનલ બનાવીને રીપોર્ટ મોવડીમંડળને સુપ્રત થશે અને દિલ્હીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામોને આખરી પસંદગી કરાશે.
પાર્લામેન્ટરી બોર્ડમાં કઈ બેઠક પર કયારે વિચારણા
તા.17 રવિવાર: વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આણંદ અને ખેડા
તા.18 સોમવાર: મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પુર્વ, અમદાવાદ પશ્ર્ચિમ
તા.19 મંગળવાર: રાજકોટ, કચ્છ, પોરબંદર, જુનાગઢ


Advertisement