મોદી નબળા અને ચીનથી ડરતા હોવાનું રાહુલે જણાવતાં ભાજપનો તીખો જવાબ

14 March 2019 04:48 PM
India
  • મોદી નબળા અને ચીનથી ડરતા હોવાનું રાહુલે જણાવતાં ભાજપનો તીખો જવાબ

ભારત પીડા અનુભવે છે ત્યારે રાહુલને મજા આવે છે: પ્રસાદ

Advertisement

નવી દિલ્હી તા.14
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટવીટ કરવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભાજપના કેટલાય નેતાઓએ ઝાટકણી કાઢી છે.
ભાજપના સતાવાર હેન્ડલ પરથી ટિવટ પોસ્ટ કરવામાં આવી હતી કે જો તમારા નાનાએ ભારતના ભોગે કાશ્મીર આપી દીધું નહોત તો ચીન યુએનની સલામતી સમીતીમાં જ નહોત. તમારા પરિવારની ભુલો ભારત સુધારી રહ્યું છે. ખાતરી રાખજો કે ભારત આતંક સામેની લડાઈમાં વિજયી બનશે. ચીનના રાજદૂતો સાથે તમે છૂપી રીતે દોસ્તાના કરો છો ત્યારે વડાપ્રધાન મોદી પર એ છોડો.
કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન મોદીને નબળા અને ચીની પ્રમુખ શિ જિનપીંગથી ડરેલા ગણાવ્યા હતા. જૈશ-એ-મોહમ્મદના વડાને વૈશ્ર્વિક આતંકી જાહેર કરવાની હિલચાલ ચીને રોકી એ પછી રાહુલ ગાંધીએ ટિવટ કરી વડાપ્રધાનની ટીકા કરી હતી.
કેન્દ્રીય પ્રધાન આર.એસ.પ્રસાદે પત્રકારોને જણાવ્યું હતું કે દેશ જયારે પીડા અનુભવી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી ઉજવણીના મૂડમાં કેમ છે? તમને શું થયું છે? મને ખાતરી છે કે તમારી ટિવટ પાકિસ્તાનમાં મથાળું બનવાથી તમને આનંદ થયો હશે.
પ્રસાદે રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે યુપીએના શાસનમાં 2008માં ચીને મસૂદ અઝહર સામે ટેકનીકલ વાંધો લીધો હતો. એ વખતે તમે ટવીટ કર્યું હતું.
અન્ય એક નેતાએ ટિવટ કરી રાહુલને ચાબખો માર્યો હતો કે ટવીટર પરથી વિદેશ નીતિ ચાલતી નથી.


Advertisement