સરકારે સીબીઆઇમાં પાંચ નવા સંયુકત ડિરેકટરની નિમણુંક કરી

14 March 2019 04:43 PM
India
  • સરકારે સીબીઆઇમાં પાંચ નવા સંયુકત ડિરેકટરની નિમણુંક કરી

Advertisement

નવી દિલ્હી તા.14
કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઇ)માં પાંચ નવા સંયુકત નિર્દેશક (ડિરેકટરી) નિયુકત કરવામાં આવ્યા છે. કાર્મિક મંત્રાલય તરફથી જાહેર થયેલા આદેશ અનુસાર આઇપીએસ અધિકારી સંપત મીણા, અનુરાગ રાકેશ અગ્રવાલ, વાયોલાસકુમાર ચૌધરી અને ડી.સી.જૈન સંયુકત નિર્દેશક બનાવવામાં આવ્યા છે. મીણા, અનુરાગ અને અગ્રવાલ ક્રમશ: ઝારખંડ, ત્રિપુરા અને હિમાચલ પ્રદેશ કેડરના 1994ની બેચના અધિકારી છે. જૈન 1991ની બેચના રાજસ્થાન કેડરના આઇપીએસ અધિકારી છે. જયારે ચૌધરી જમ્મુ-કાશ્મીર કેડરના 1997ની બેચના અધિકારી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચેય અધિકારીઓમાંથી અનુરાગ અગ્રવાલ અને જૈન સીબીઆઇમાં અગાઉ પોલીસ અધિક્ષક કે ઉપમહાનિરીક્ષક સ્તરના અધિકારીઓના રૂપમાં કામ કરી ચુકયા છે.


Advertisement