કોંગ્રેસના 16 ઉમેદવારોના નામો કલીયર: રાજકોટ માટે હજુ ‘શોધ’

14 March 2019 04:30 PM
Rajkot Gujarat
  • કોંગ્રેસના 16 ઉમેદવારોના નામો કલીયર: રાજકોટ માટે હજુ ‘શોધ’
  • કોંગ્રેસના 16 ઉમેદવારોના નામો કલીયર: રાજકોટ માટે હજુ ‘શોધ’

પ્રદેશ પ્રમુખ- વિપક્ષી નેતા કાલથી બે દિવસ દિલ્હીમાં: શનિવારે સ્ક્રીનીંગ કમીટીની બેઠક બાદ ગમે ત્યારે 16 ઉમેદવાર જાહેર થવાની સંભાવના: પાટણ સહીત 4 બેઠકોમાં ખેંચતાણ-નવેસરથી સેન્સ પ્રક્રિયા

Advertisement

રાજકોટ તા.14
લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ગુજરાતમાં મતદાનને આડે માંડ 40 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસે ઉમેદવાર પસંદગીને પ્રાથમીકતા આપી હોય તેમ ગુજરાતના 16 નામો કલીયર થઈ ગયા છે અને શનિવાર સાંજે કે ગમે ત્યારે જાહેરાત થવાના સંકેત છે.
પ્રદેશ કોંગ્રેસના માહિતગાર સૂત્રોએ એમ કહ્યું છે કે પાર્ટી દ્વારા સંભવિત ઉમેદવારોના નામોની પેનલ અગાઉ જ તૈયાર કરીને પખવાડીયા પુર્વે હાઈકમાંડને સોંપી દેવામાં આવી હતી. તેમાંથી ચાર નામોની વિધિવત જાહેરાત પણ થઈ ગઈ છે. ભરતસિંહ સોલંકી, પ્રશાંત પટેલ, રાજુ પરમાર, રાઠવા જેવા ચાર નામો જાહેર થઈ જ ગયા છે. રાજયની 26માંથી 16 બેઠકોના નામોને કેન્દ્રીય નેતાગીરીએ કલીયર કરી દીધા છે અને ગમે ત્યારે જાહેર થવાની શકયતા છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણી આવતીકાલથી ફરી બે દિવસ દિલ્હી જશે. દિલ્હીમાં સ્ક્રીનીંગ કમીટીની બેઠક છે તેમાં વિધિવત મંજુરી મળ્યા બાદ દિલ્હીથી જ નામો જાહેર કરાશે.
સૂત્રોએ એમ કહ્યું છે કે ગુજરાતના 16 ઉમેદવારોના નામ કલીયર થયા છે તેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર અને જામનગર બેઠકનો પણ સમાવેશ થાય છે. જામનગરની બેઠકને લાગેવળગે છે ત્યાં સુધી ‘પાસ’ નેતા હાર્દિક પટેલનુ નામ ફાઈનલ છે. કોઈ કાનુની અડચણ ન આવે કે ટેકનીકલ મુદા ઉભા ન થાય તો તેમાં કોઈ બદલાવને સવાલ નથી અન્યથા નેતાગીરી નવુ નામ પસંદ કરશે.
રાજકોટના ઉમેદવારને લાગેવળગે છે ત્યાં સુધી કોઈ નવુ સરપ્રાઈઝ નામ આવવાનો સંકેત છે. કલીયર થયેલા 16 ઉમેદવારોમાં રાજકોટની બેઠકના ઉમેદવારનુ નામ ન હોવાનું સૂત્રોએ સ્પષ્ટ કર્યુ છે.દરમ્યાન રાજયની 26માંથી ચાર બેઠકોમાં ઉમેદવારો મામલે આંતરિક ખેંચતાણ સર્જાઈ છે. પાટણ સહીતની આ ચાર બેઠકો માટે નેતાગીરી દ્વારા ફરી સેન્સ પ્રક્રિયા હાથ ધરવાનું નકકી થયું છે. આ ચારેય બેઠકો માટે નિરીક્ષકો નીમવામાં આવ્યા છે.
હાર્દિક પટેલના કોંગ્રેસ કાર્યાલયમાં ધામા: પાર્ટી સોંપે તે કામ કરવાની તૈયારી
રાજકોટ તા.24
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સહીતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયેલા ‘પાસ’ના નેતા હાર્દિક પટેલ પ્રદેશ કાર્યાલયમાં ધામા નાખી દીધા છે. આજે પ્રથમ વખત પ્રદેશ કાર્યાલય પર પહોંચ્યા હતા અને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા સહીતના નેતાઓને મળીને બેઠક કરી હતી.
હાર્દિક પટેલે કહ્યું કે વિધિસર રીતે કોંગ્રેસમાં જોડાયો છે. પાર્ટીને મજબૂત કરવા કામ કરીશ. પાર્ટી દ્વારા જે કામગીરી સોંપવામાં આવે તે કરવાની તૈયારી છે. પાર્ટી ચૂંટણી લડવાનો આદેશ આપે અને કોઈ કાનુની અડચણ ઉભી ન થાય તો તે માટેની પણ તૈયારી જ છે.


Advertisement