પાકિસ્તાનના F-16ના પાઈલટની ઓળખ જાણીએ છીએ: નિર્મલા સીતારમન

14 March 2019 03:56 PM
India
  • પાકિસ્તાનના F-16ના પાઈલટની ઓળખ જાણીએ છીએ: નિર્મલા સીતારમન

Advertisement

ભારતના હવાઈ દળના વિન્ગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનનું જે એફ-16 લડાયક વિમાન તોડી પાડયું હતું એ વિમાનના પાઈલટની ઓળખથી પરિચિત હોવાનું સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું હતું. સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ‘પાકિસ્તાન કારગિલ યુધ્ધમાં સૈનિકો માર્યા ગયા હોવાનું સ્વીકારતું નથી, એ રીતે એફ-16 લડાયક વિમાન અને તેના પાઈલટને ગુમાવ્યાની હકીકત છુપાવી જ રાખશે. ખરેખર તો એફ-16 પ્લેનના પાઈલટને સ્થાનિક લોકોએ મારઝૂડ કરતા તે ઈજાગ્રસ્ત સ્થિતિમાં હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હોવાની શકયતા છે’.


Advertisement