પ્રિયંકા ચોપડાને ત્રણ કરોડની મેબેક ગિફટ કરી નિક જોનસે

14 March 2019 03:46 PM
Entertainment
  • પ્રિયંકા ચોપડાને ત્રણ કરોડની મેબેક ગિફટ કરી નિક જોનસે

Advertisement

પ્રિયંકા ચોપડા જોનસને તેના પતિ નિક જોનસે મર્સિડીઝ બેન્ક મેબેક કાર ગીફટ કરી છે. નિક જોનસે તેના ભાઇ કેવિન અને જો જોનસ સાથે કમબેક વિડીયો ‘સકર’ રિલીઝ કર્યો છે. આ વિડીયો અમેરિકન બિલબોર્ડ ચાર્ટમાં પહેલા ક્રમે પહોંચી ગયો છે. આ ખુશીમાં નિકે તેને કાર ગિફટ કરી છે. મેબેક એસ-650ની અંદાજીત કિંમત ત્રણ કરોડ રૂપિયાની આસપાસ છે. આ કારને તેણે એકસ્ટ્રા ચોપડા જોનસ નામ આપ્યું છે. જો આ કારને કસ્ટમાઇઝ કરાવી હોય તો કિંમત એનાથી વધુ હોય છે. પ્રિયંકા હાલમાં ઇન્ડિયામાં હતી. તેણે દિલ્હીમાં ધ સ્કાય ઇઝ પિંકનું શૂટીંગ પુરૂ કર્યુ હતું. ત્યારબાદ તે મુંબઇમાં આકાશ અંબાણીના લગ્નમાં હાજર રહી હતી. તે જેવી અમેરીકા પહોંચી કે તેને નિક દ્વારા આ લકઝુરીયસ કાર ગિફટ કરવામાં આવી હતી. આ કાર સાથેનો ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ફોટોમાં પ્રિયંકાના હાથમાં તેની ડોગી ડાયના છે તો નિકના હાથમાં શેમ્પેન છે. ફોટોમાં પ્રિયંકા અને નિક કિસ કરતાં જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરી પ્રિયંકાએ લખ્યું હતું કે પતિ જયારે નંબર વન બને છે ત્યારે પત્નીને મેબેક મળે છે. એકસ્ટ્રા ચોપડા જોનસનું સ્વાગત છે. આઇ લવ યુ બેબી. નિક જોનસ બેસ્ટ હસબન્ડ છે.


Advertisement