હવાઈ પ્રવાસીઓની ખોવાયેલી ચીજોમાં 40% બેગ, મોબાઈલ વોલેટનો સમાવેશ

14 March 2019 03:45 PM
Ahmedabad Gujarat
  • હવાઈ પ્રવાસીઓની ખોવાયેલી ચીજોમાં 40% બેગ, મોબાઈલ વોલેટનો સમાવેશ

ઉમંગ એપમાં ખોવાયેલી ચીજોનું રિપોર્ટીંગ કરી શકાય છે

Advertisement

અમદાવાદ તા.14
વિમાનમાં મુસાફરી કરતી વખતે તમારું ધ્યાન ટિકીટ, મોબાઈલ ફોન, બોર્ડીંગ પાસ અને હેન્ડબેગ સાચવવામાં વહેંચાયેલું હોય છે. ઘણી વખત મુસાફર એમાંથી કોઈ વસ્તુ ભુલી જતો હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ગુમ થયેલી અને મળેલી વસ્તુઓના આંકડા સૂચવે છે તે મુસાફરો ગુમાવેલી 40% આઈટેમ્સમાં મહત્વની બેગ, મોબાઈલ અને વોલેટનો સમાવેશ થાય છે.
ઓકટોબર 2018થી ફેબ્રુઆરી 2019 સુધીનાં પાંચ માસના ગાળામાં, 178 મોબાઈલ, 156 બેગ અને 117 વોલેટ ખોવાયા હતા.
સામાન્ય રીતે ભુલી જવાની અને ગુમ થતીવસ્તુઓમાં કાંડા ઘડિયાળ, જેકેટ, જવેલરી, ટી-શર્ટ, શૂઝ, ડોકયુમેન્ટસ, કેશ અને કરન્સી, કેમેરા, લેપટોપ, ચાર્જર્સ, મોબાઈલ ચાર્જર્સ, ચાવી, પેન, પેન ડ્રાઈવ અને ચશ્માનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પહેલી વખત અથવા કયારેક પ્રવાસ કરતા યાત્રીઓ તેમની ચીજવસ્તુઓ આડીઅવળી મુકી દેવાનું વલણ ધરાવતા હોય છે. એરપોર્ટ પ્રવેશથી વિમાનમાં બેસવા સુધીની પ્રક્રિયાની તે ટેવાયેલા ન હોવાથી અને સતત પરેશાન રહેતા હોવાથી આવા યાત્રીઓ તેમની ચીજો ભુલી જતા હોય છે. સિકયુરીટી હોલ્ડ એરિયા, સ્ટોર અને વોશરૂમ સિવાય પણ લોકો કેબીન લગેજમાં શું લઈ જવા દેવાય છે અને શું નહીં એની વાકેફ નહીં હોવાની બેગેજ ખોલવાનું કહેવામાં આવે ત્યારે સિકયુરીટી ચેક કાઉન્ટર ખાતે પણ તેમની ચીજો ભુલી જતા હોય છે.
રસપ્રદ વાત છે કે ગત વર્ષે, મોબાઈલ એપ્લીકેશન, ઉમંગ પર ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ ફંકશનાલીટી શરુ કરવામાં આવી હતી. એની મદદથી પ્રવાસીઓ ખોવાયેલી ચીજો રિપોર્ટ કરવા ઉપરાંત ફરિયાદના સ્ટેટસની પણ જાણકારી મેળવી શકે છે.

લોસ્ટ એન્ડ ફાઉન્ડ
આઈટેમ કેસોની સંખ્યા
જેકેટ 211
મોબાઈલ 178
બેગ 156
પરચુરણ 154
ઈલેકટ્રોનિકસ 130
વોલેટ 117
લેપટોપ 73
કરન્સી 39
રિસ્ટવોચ 39
જવેલરી 8
કુલ 1116


Advertisement