ખંડણીનો ખેલ ખત્મ ધનવાનો-સેલીબ્રીટીઓને હાશકા૨ો

14 March 2019 03:40 PM
India
  • ખંડણીનો ખેલ ખત્મ ધનવાનો-સેલીબ્રીટીઓને હાશકા૨ો

૨વિ પુજા૨ીની ધ૨પકડ બાદ છેલ્લા બે મહિનામાં ખંડણીના માત્ર ચા૨ ફોન: ગુજ૨ાત સહિતના ઉદ્યોગકા૨ોને ૨ાહત

Advertisement

મુંબઈ, તા. ૧૪
કુખ્યાત ગેંગસ્ટ૨ ૨વિ પુજા૨ીની બે માસ પૂર્વે સેનેગલમાંથી ધ૨પકડ થયા બાદ હાશકા૨ો થયો હોય તેમ ખંડણી માગતા ફોન બંધ થઈ ગયા છે. છેલ્લા બે મહિનામાં ખંડણીના માત્ર ચા૨ ફોન કોલ્સ થયાનું બહા૨ આવ્યુું છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચની ખંડણી વિ૨ોધી સ્ક્વોડના સુત્રોએ કહયું કે છેલ્લા વર્ષ્ાોમાં ૨વિ પુજા૨ી ગેંગનો આતંક હતો. ધનવાનો-સેલીબ્રીટીઓને ખંડણી ચુક્વવા ફોન ક૨ાવતો હતો પ૨ંતુ તેની ધ૨પકડ પછી બે મહિનામાં ખંડણી માંગતા ફોનની માત્ર ચા૨ ફ૨ીયાદો થઈ છે.
અંધા૨ી આલમના માફીયા ડોન પ૨ નજ૨ ક૨વામાં આવે તો ગેંગસ્ટ૨ છોટા ૨ાજન ૨૦૧પની જેલમાં છે જયા૨ે હેમંત પુજા૨ી, બંટી પાંડે, સંતોષ્ા શેટ્ટી, વિજય શેટ્ટી વગે૨ેએ પોતાની જુદી ગેંગ
બનાવી હતી. જોકે તેઓ ધાક જમાવી શક્યા નહતા અને હાલ ક્યાંય ચિત્રમાં નથી.
બીજી ત૨ફ દાઉદ ઈબ્રાહીમ ખંડણીના ખેલમાંથી અગાઉ જ નીકળી ગયો છે અને ફેકી પદાર્થોની હે૨ાફે૨ીઓ જ ગળાડુબ છે. તેનો સાગ્રીત ફાિ૨મ સક્રિય છે છતાં તેનાથી કોઈ ખત૨ો નથી.
૨૦૧પમાં છોટા ૨ાજનના પ્રત્યાર્પણ બાદ ૨વિ પુજા૨ીએ તક ઝડપીને ખંડણીનો ધંધો સંભાળ્યો હતો.
મુંબઈના ધનપતિઓને છેલ્લા બે મહિનામાં ખંડણીના ચા૨ ફોન થયા હતા તેમાં ત્રણ એજાઝ લાકડાવાલાની ગેંગે ર્ક્યા હતા. એજાઝ ભુતકાળમાં છોટા ૨ાજન ગેંગ સાથે હતો. અન્ય એક ખંડણીનો કોલ સુ૨ેશ પુજા૨ીએ ર્ક્યો હતો તે પણ કોઈ મોટો ડોન નથી.
છેલ્લા વર્ષોના આંકડા ચકાસવામાં આવે તો ૨૦૧૭માં ખંડણીની ૮૧ ફ૨ીયાદો હતી તે ૨૦૧૮માં ઘટીને ૭૬ થઈ હતી આમાંથી ૪૦ ફોન ૨વિ પુજા૨ીના જ હતા અને તેના વિરૂધ્ધ ગુના દાખલ થયા હતા ખંડણી માંગના૨ા અન્ય ગેંગસ્ટ૨ો સુ૨ેશ પુજા૨ી, એજાઝ લાકડાવાલા છે.
૨વિ પુજા૨ીએ પોતાનુ સામ્રાજય મુંબઈ પછી ગુજ૨ાત, બેંગ્લો૨ અને મેંગ્લો૨ સુધી વિસ્તાર્યુ હતું. તેની ધ૨પકડ પછી વેપા૨ ઉદ્યોગકા૨ો તથા બોલીવુડ સેલીબ્રીટીઓએ ૨ાહતનો શ્ર્વાસ લીધો છે.
પોલીસના સુત્રોએ કહયું કે ખંડણીના કોલ ઘટવા છતાં મુંબઈ પોલીસે વિવિધ ગેંગના ૧૬૭ની ધ૨પકડ ક૨ી હતી તે પૈકી ૧૦૪ સામે મકોકા લગાડવામાં આવ્યો હતો.


Advertisement