કાલે જુનાગઢ જિલ્લા ભાજપ નિરીક્ષકો દાવેદારોની સેન્સ લેશે

14 March 2019 03:33 PM
Junagadh

3 નિરીક્ષકોની ટીમ આવી પહોંચી: લોકસભા ઉમેદવાર માટે કાર્યકરોના મત લેશે

Advertisement

જુનાગઢ તા.14
લોકસભાની ચૂંટણીની તારીખનું એલાન થઈ જતા રાજકીય પક્ષે દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ભાજપ દ્વારા 14થી 16 માર્ચ દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છની 8 સહીત 26 બેઠકો ઉપર ઉમેદવારોને પસંદ કરવા માટે 3-3 નિરીક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી છે. તેઓ સંભવીત ઉમેદવારોની સેન્સ લેશે. તા.17થી 19 માર્ચ સુધીમાં ગુજરાત ચૂંટણી સમીતીમાં આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. બાદ ગુજરાત ચૂંટણી સમીતી કેન્દ્ર પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અહેવાલ રજુ કરી નિર્ણય લેશે.
જુનાગઢ લોકસભા હેઠળ જુનાગઢ ગીર સોમનાથ ઉના વિસાવદર તાલાલા માંગરોળ અને કોડીનાર એમ 7 વિધાનસભાના દાવેદારોને સાંભળવામાં આવશે અને તેની સેન્સ લેવામાં આવશે.
આવતીકાલે 15 માર્ચના જુનાગઢ ખામધ્રોળ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાશે. જેમાં પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા, રમેશભાઈ રૂપાપરા અને અમીબેન પરીખ સંભવીત ઉમેદવારો કે હાલના દાવેદારોની
સેન્સ લેશે.


Advertisement