કચ્છમાં સ્વાઇન ફલૂનો કહેર : વધુ બેના મોત : મૃત્યુઆંક 13 પર પહોંચ્યો

14 March 2019 03:29 PM
kutch
Advertisement

ભૂજ તા.14
સરહદી કચ્છમાં મહામારીની જેમ વકરેલા સ્વાઈન ફ્લુએ વધુ બે લોકોના ભોગ લીધા છે. જિલ્લા આરોગ્ય તંત્રએ આપેલી માહિતી મુજબ અંજારના ચાંદ્રાણીની 40 વર્ષિય યુવતી અને બંદરીય માંડવીના ગઢશીશા તાલુકાના 40 વર્ષિય યુવકના સ્વાઈન ફ્લુથી મોત થયાં હોવાનું ડેથ ઑડીટ કમિટિએ સત્તાવાર પુષ્ટિ કરી છે.
ચાંદ્રાણીની યુવતીને ડાયાબિટીસ પણ હતો. તે પાટણની GMERS મેડિકલ કોલેજ સંચાલિત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. જ્યારે, ગઢશીશાનો યુવક ભુજની જી.કે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતો. વધુ બે મોત સાથે સ્વાઈન ફ્લુથી 2019નો કુલ મરણાંક 13 પર પહોંચ્યો છે. અત્યારસુધીમાં કુલ 167 પોઝીટીવ કેસ નોંધાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં જમ્મ-ુકાશ્મીરમાં થયેલી બર્ફવર્ષાને પગલે કચ્છમાં ફરી પછી ઠંડી વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ અનુભવાઈ રહી છે.બપોરે સખત તાપ અનુભવાતો હોય છે.મિશ્ર વાતાવરણને કારણે સ્વાઈન ફ્લુનો વાવર વધુ વકરશે તેવું તબીબોએ જણાવ્યું હતું.


Advertisement