ઉમેદવારોએ એફીડેવીટ અને રિટર્નમાં જાહેર કરેલી મિલકતનો તફાવત જાહેર કરાશે

14 March 2019 03:27 PM
India
  • ઉમેદવારોએ એફીડેવીટ અને રિટર્નમાં જાહેર કરેલી મિલકતનો તફાવત જાહેર કરાશે

2018ની ધારાસભા ચૂંટણીઓના ઉમેદવારોની શરુઆત કરાશે

Advertisement

નવી દિલ્હી તા.14
ધારાસભ્યો, સાંસદોની એસેટમાં અપ્રમાણસર વધારો શોધી એ જાહેર કરવાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા બાબતે કાયદા મંત્રાલયની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢયા બાદ ચૂંટણી પંચ ઉમેદવારોએ જાહેર કરેલી મિલ્કતમાં વિસંગતતા જાહેર કરવા ચૂંટણી પંચે હિલચાલ શરુ કરી છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, મિઝોરમ અને તેલંગણની તાજેતરની વિધાનસભાઓની ચૂંટણી લડેલા ઉમેદવારોથી આની શરુઆત થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે આ રાજયોના ઉમેદવારો દ્વારા જાહેર કરાયેલી મિલ્કતોમાં વિસંગતતા બતાવવાના નિર્ણયને સૈદ્ધાંતિક મંજુરી આપી છે.ચૂંટણી એફીડેવીટમાં ઉમેદવારોએ જાહેર કરેલી મિલ્કત બાબતે ખોટી રજુઆતના કેસો જાહેર કરાય એવું પ્રથમવાર બનશે. ઉમેદવારોએ જાહેર કરેલી મિલ્કતોની આવકવેરા વિભાગ દ્વારા ખરાઈનો મુદો વર્ષોથી સળગતો રહ્યો છે.ચૂંટણી પંચ અને સીબીડીટી અને વેરીફીકેશન ફોર્મેટ બાબતે સમજુતી થઈ ચૂકી છે. આ ફોર્મેટમાં જે ઉમેદવારોની એફીડેવીટમાં વિસંગતતા જળવાઈ હશે તેમના નામ જાહેર કરાશે. તાજેતરમાં યોજાયેલી ધારાસભાઓની ચૂંટણી લડેલા ઉમેદવારોના વેરીફીકેશન રિપોર્ટ ચૂંટણી પંચ આગામી બે મહિનામાં અથવા લોકસભાની ચૂંટણી પછી જાહેર કરશે એ પછી લોકસભાના ઉમેદવારોના નામ વર્ષાંતે જાહેર કરાશે.


Advertisement