જીતુ વાઘાણીને ભુલવાની આદત?

14 March 2019 03:26 PM
Rajkot Gujarat
  • જીતુ વાઘાણીને ભુલવાની આદત?

રાજયસભા ચૂંટણી વિવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખની ઉલટ તપાસ થઈ : હાઈકોર્ટમાં 100 પ્રશ્ર્નોના જવાબમાં યાદ નથી: ભુલી ગયો, તેવા જવાબો: દોઢ વર્ષ પુર્વે કયા સ્માર્ટફોન વાપરતા હતા તે પણ યાદ નથી : અહેમદ પટેલના ધારાશાસ્ત્રીએ ભીડવ્યા તો વાઘાણી કહે હું ઉશ્કેરાઈને ભુલ નહી કરુ! ખુદ ચેક રીટર્ન કેસમાં જામીન પર હોવાનો સ્વીકાર

Advertisement

રાજકોટ: ગુજરાતમાં રાજયસભા ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા અપાવી તથા ક્રોસ વોટીંગ કરાવીને પક્ષના જ આયાતી ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને જીતાડવા ભાજપે કરેલા પ્રયાસો હવે કોર્ટ કેસ બની ગયો છે અને ગુજરાત હાઈકોર્ટમાં પરાજીત બલવંતસિંહ રાજપૂતે તેના હરિફ અહેમદ પટેલની જીતને પડકારી છે તેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ‘ઉલટ તપાસ’ દરમ્યાન ભરાઈ પડયા હતા અથવા તેમના ધારાશાસ્ત્રીની સૂચના મુજબ જવાબ આપતા હોય તેમ ભુલી ગયો, યાદ નથી તેવા જવાબો આપીને કઈ ‘બફાઈ’ ન થાય તેની ચિંતા કરી હતી. વાઘાણીને ઉલટ તપાસમાં અંદાજે 100 પ્રશ્ર્નો પૂછાયા હતા પણ બધા જવાબમાં તેઓ મને ખ્યાલ નથી. મને યાદ નથી. હું ભુલી ગયો છું. મારું ધ્યાન ન હતું તેવા જવાબો આપ્યા હતા. ઈવન દોઢ વર્ષ પુર્વે તેઓ કઈ બ્રાન્ડનો સ્માર્ટફોનનો ઉપયોગ ક્રતા હતા તે પણ તેને યાદ ન હતું.
વાસ્તવમાં તેઓ પરાજીત ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતના સાક્ષી તરીકે ઉપસ્થિત હતા પણ ઉલટ તપાસમાં તેઓને જવાબ આપવામાં પરસેવો પડી ગયો હતો. વાઘાણીને એમ પૂછાયું કે 8 ઓગષ્ટ 2017ના કોંગ્રેસ અને ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી કમિશ્ર્નરને મળ્યું હતું તો વાઘાણીનો જવાબ હતો મને યાદ નથી, ભાજપના કોઈ પ્રદેશ પ્રમુખને આ રીતે અદાલતી ઉલટ તપાસમાં જવું પડયું તેવી પ્રથમ ઘટના છે. અહેમદ પટેલના ધારાશાસ્ત્રીએ વાઘાણીને એવું પૂછયું કે કોંગ્રેસના બે ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલેના બે મત અંગે કોંગ્રેસના દંડક શૈલેષ પરમારે વિરોધ નોંધાવ્યો તો પણ તે વાઘાણીને યાદ ન હતું. મતદાન મથકમાં ટીવી હતા કે કેમ અથવા તે ચાલુ હતા કે કેમ તે પણ વાઘાણીને યાદ ન હતું. ઈવન વાઘાણીને ભાજપના બંધારણની કલમો યાદ નથી. તેઓએ કહ્યું કે મને મારા પદ અંગે જે કઈ છે તે યાદ છે.
જયારે ઉલટ તપાસ કરી રહેલા ધારાશાસ્ત્રીએ કહ્યું કે આ તો કેવી તમારી યાદદાસ્ત, તો કોર્ટરૂમમાં હાસ્ય ફેલાઈ ગયું હતું તો રાજપૂતના ધારાશાસ્ત્રીએ વાંધો ઉઠાવતા કહ્યું કે આ ઉલટ તપાસ છે. મેડીકલ ચેકઅપ નહી, જો કે તેને 1995 થી એક દળની યાદ હતી. વાઘાણીએ એક તબકકે કહ્યું કે જો તેઓ મને ઉશ્કેરવા પ્રયાસ કરશો તો હું ઉશ્કેરાઈ જ નહી કે જેથી કંઈક ખોટું બોલી જાય.
જો કે તમને એવું પૂછાયું કે તોડફોડમાં તમોય કરો જ છો તો વાઘાણી ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે અમો ધારાસભાના ખરીદ વેચાણમાં સંડોવાયા છે તે પુરવાર ન કરે ત્યાં સુધી આ કાર્યવાહી મુલત્વી રખાય. વાઘાણીએ એક પ્રશ્ર્નના જવાબમાં સ્વીકાર્યુ કે ચેક રીટર્ન કેસમાં તેઓ જામીન પર છે.
તેઓએ એ પણ સ્વીકાર્યુ કે તેઓ સામે બિનજામીન વોરન્ટ હતું. બાદમાં તેઓને જામીન મળી ગયા.


Advertisement