વિદ્યાર્થીઓને ’'PUBG'’ છોડાવવા માટે પકડીને પુરી દેવા એ જ છેલ્લો રસ્તો છે?

14 March 2019 03:22 PM
Rajkot Gujarat
  • વિદ્યાર્થીઓને ’'PUBG'’ છોડાવવા માટે પકડીને પુરી દેવા એ જ છેલ્લો રસ્તો છે?

ખતરનાક ગેમ રમવા પર પ્રતિબંધ આવકારદાયક, પણ કનેકટ જ ન થાય એવી ટેકનોલોજીનો ઉપયોગ શું સંભવ નથી? : કુમળા માનસને માર્ગદર્શનની જરૂર: કાનુની કાર્યવાહી: ડીગ્રી મેળવવામાં અવરોધ ઉભા કરાશે: વધુ કાઉન્સેલીંગ થઈ શકે: ઓનલાઈન હુમલા સામે સરકારી મશીનરીઓનો પરાજય

Advertisement

રાજકોટ તા.14
ગુજરાતમાં પ્રતિબંધીત ‘પબજી’ ગેમ રમવા બદલ રાજકોટ પોલીસે સૌપ્રથમ ધરપકડો શરુ કરી છે. બાળકોને ભયાનક હદ સુધી લઈ જતી આ ગેમ પર પ્રતિબંધ એ આવશ્યક બાબત હોય ગુજરાત સરકારે આ ખૂબ સારુ પગલુ ભર્યુ છે. પરંતુ કુમળી માનસિકતા સાથે આ ગેમ ડાઉનલોડ કરીને રમતા વિદ્યાર્થીઓની સીધી ધરપકડ કરીને તેમની શૈક્ષણિક કારકિર્દીના ભવિષ્ય સામે પણ સવાલ ઉભા થઈ જાય તેવી આ કાર્યવાહી સાબીત નહી થાય ને તેવો સવાલ ઉઠી ગયો છે.
હાલ તો પબજી ગેમનાં આક્રમણ સાથે સરકારી મશીનરી અને પોલીસ તંત્ર હારી ગયું હોય તેવુ લાગે છે. કારણ કે આ ગેમ વિદ્યાર્થીઓ સહીતના લોકોના મોબાઈલમાં ડાઉનલોડ ન થાય તેવી કોઈ સીસ્ટમ સરકારના વિભાગો એકટીવ કરી શકતા નથી. ભારત સરકારે ભૂતકાળમાં દેશ વિરોધી પ્રવૃતિઓથી માંડી અનેક પોર્ન વેબસાઈટ ભારતમાં પ્રતિબંધીત કરાવી છે તેનો અમલ જેટલો સફળ રહ્યો હોય તેટલો, પરંતુ પબજી ગેમ મોબાઈલમાં ન આવે તે માટે પણ કોઈ વ્યવસ્થા કરવાની જરૂર છે. આવા અનેક આઈડીયા તો કાબેલ નિષ્ણાંતો ઉપરાંત હેકર્સ પાસે પણ હોય છે. પરંતુ હાલ તો વિદ્યાર્થીઓની ધરપકડ શરુ કરાઈ હોય પબજીના કારણે માનસિક હાલત અસ્થિર સુધીની કરી ચૂકેલા ઘણા છાત્રો ઉપર આ કાનૂની કાર્યવાહીના વધુ ઘેરા પ્રત્યાઘાત પડે તેવું પણ લાગી રહ્યું છે.
પોલીસે કાયદાની ભાષામાં આગળ વધીને ગુનેગારોની જેમ છાત્રો સામે પગલા લીધા છે. જાહેરનામા ભંગ બદલ જોગવાઈ મુજબ જ આ ધરપકડો શરુ કરવામાં આવી છે. પરંતુ આ છેલ્લો રસ્તો લાગતો નથી. પબજી રમી રમીને નાસીપાસ થતા વિદ્યાર્થીઓને ઉલ્ટાના સમજાવવા માટે કાઉન્સેલીંગ ચાલુ કરવુ જોઈએ. આ કામ કોઈપણ વિભાગ કરી શકે છે. પોલીસ પાસે પોતાનો સાઈબર સેલ છે. રાજકોટમાં લાખોની સંખ્યામાં મોબાઈલ ફોનનો ઉપયોગ હશે. આવી મોબાઈલ ઓપરેટર કંપનીઓ પાસેથી નંબરની યાદી લઈને ઘરે ઘરે જાગૃતિનો પ્રયાસ મેસેજથી કરવો જોઈએ. સંસ્થાઓનો સહકાર લઈને જાગૃતિ સેમીનાર પણ યોજી શકાય છે.
હાલ તો પ્રતિબંધીત ગેમ રમવા બદલ કડક પગલા શરુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ વિદ્યાર્થીઓના રેકોર્ડમાં કાયદાનો ભંગ અને ધરપકડ જેવી કાર્યવાહીનો કાગળ ડીગ્રી મળે તે પુર્વે જ ચડી જવાનો છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે અન્ય યુનિ. કે વિદેશમાં પણ ભણવા જવાનું હોય છે તો પબજી સામેની કાર્યવાહી આવા વિદ્યાર્થીઓના ભવિષ્યના વિકાસમાં પણ ખલેલ ન પહોંચાડે તે જોવાની જવાબદારી સરકારની રહેવાની છે.
પબજીએ વિદ્યાર્થીઓના હાથમાં રહેલા મોબાઈલમાં ઘુસીને કુમળા માનસને ધ્રુજાવી દે છે. એક રીતે પબજી બ્રેઈન વોશ કરે છે અને આ ગેમ રમતા રમતા કેટલાક છાત્રના મૃત્યુ થયાની ઘટનાઓ પણ બની છે. આથી પોલીસનું પગલુ યોગ્ય હશે પરંતુ પબજી ગેમનો ઉપયોગ અટકાવવા માટે શું માત્ર ધરપકડ જેવી કાર્યવાહી જ અંતિમ છે? અન્ય કોઈ રસ્તો નથી તેવો સવાલ છે. કમ સે કમ વિદ્યાર્થીઓની આ લત
છોડાવવા માટે અવેરનેસ એ કાનુની કાર્યવાહી કરતા વધુ સરળ રસ્તો બની શકે તેવો મત છે.
બ્લૂ વ્હેલની જેમ હવે પબજી ગેમ પ૨ શિક્ષ્ાણ વિભાગ ા૨ા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પબજી ગેમ ૨મવાથી બાળકોના માનસ પ૨ ખ૨ાબ અસ૨ થાય છે અને બાળકોને એક વળગણ થતું હોય છે. પબજી ૨મવાનું ત્યા૨ે આ ગેમ ા૨ા બાળકો અને યુવાનોમાં હિંસા વૃતિનું પ્રમાણ વધે છે જેના કા૨ણે આ ગેમ પ૨ પ્રતિબંધ મુક્વામાં આવ્યો છે. એટલું જ નહિ પ૨ંતુ આ ગેમના કા૨ણે બાળકોના અભ્યાસ પ૨ પણ ખ૨ાબ અસ૨ પડે છે. ત્યા૨ે બાળકોના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાળકો હવે શે૨ી ૨મત ભુલી મોબાઈલ ગેમ વધુ પસંદ ક૨વા લાગ્યા છે. જેની માઠી અસ૨ વધુ પ્રમાણમાં થતી હોય છે. ખાસ ઓનલાઈન ૨માતી ગેમ બાળકના માનસ પ૨ ખ૨ાબ અસ૨ છોડી જાય છે. ત્યા૨ે ઓનલાઈન ૨માતી પબજી ગેમ પ૨ દ૨ેક સ્કુલોમાં પ્રતિબંધિત જાહે૨ ક૨વામાં આવ્યા છે. આ ગેમની શિક્ષ્ાણ પ૨ નકા૨ાત્મક અસ૨ો ન થાય તે માટે પ્રાથમિક શિક્ષ્ાણ વિભાગ ા૨ા દ૨ેક સ્કુલોને ગેમને લઈને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો ક૨વા માટે પણ સુચના આપવામાં આવી છે.
સાયકોલોજીસ્ટના જણાવ્યા પ્રમાણે ઘેલુ લગાડના૨ પબજી ૨મના૨ાને માનસિક અસ૨ો થઈ શકે છે. તો બીજી બાજુ શિક્ષ્ાકોએ પણ ઓનલાઈન ગેમના ગે૨ફાયદા જણાવ્યા હતા.
વધુમાં થોડા દિવસ પહેલા જ ૨ાજકોટના સામાકાંઠા વિસ્તા૨માં ફોનમાં ગેમ ૨મવાની ના પાડતા ધો૨ણ ૯માં અભ્યાસ ક૨તા ૧પ વર્ષ્ાના એક કિશો૨ે આત્મહત્યા ક૨ી લીધી હતી.
આમ વિદ્યાર્થીઓ ગ્રુપમાં આ ગેમ ૨મે છે જેના કા૨ણે શાળામાં પણ ગે૨હાજ૨ ૨હે છે. આ પહેલા બાળકો ગેમથી દૂ૨ ૨હે તે માટે બ્લૂ વ્હેલ અને પોકેમોન જેવી ગેમ પ૨ પણ સ્કુલ કક્ષ્ાાએ પ્રતિબંધ મુક્વામાં આવ્યો હતો. એવી જ ૨ીતે હવે પબજી ગેમ આક્રમક ગેમ હોવાથી બાળકોમાં આક્રમક્તા વિક્સી શકે છે અને બાળકોના માનસ પ૨ ગંભી૨ અસ૨ પહોંચે છે.
વધુમાં પોલીસે પબજી ગેમ્સ ૨માના૨ સામે એકશન લેવાનું શરૂ ર્ક્યુ છે અને પ્રથમ જ વખત આ ગેમ્સ ૨મના૨ા સામે ફોજદા૨ી કાર્યવાહી ક૨વામાં આવી છે. ગાંધીગ્રામ અને તાલુકા પોલીસ મથકના સ્ટાફે પોતાના વિસ્તા૨માં દ૨ોડા પાડી આ ગેમ્સ ૨મતા વિદ્યાર્થીઓ સહિત નવ સામે ગુનો નોંધી કાયદેસ૨ની કાર્યવાહી ક૨ી હતી.

વિદ્યાર્થીઓની ક્ષમતા શક્તિમાં ઘટાડો થાય છે : કુલપતિ નિતીન પેથાણી
સૌ૨ાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નિતીન પેથાણીએ પબજી ગેમ અંગે જણાવ્યુું હતું કે આ એક વળગણ છે. જેમ જેમ ગેમ ૨મવાનો આનંદ વિદ્યાર્થીઓમાં વધે છે તેમ તેમ તેઓ સમયમર્યાદા ભૂલે છે. ભણત૨માં ધ્યાન ૨હેતું નથી અને તેના માનસ પ૨ પણ ખ૨ાબ અસ૨ પડે છે. આ ગેમથી વિદ્યાર્થીઓનો સમય બ૨બાદ થાય છે. ક્ષમતા ઓછી થવી અને ડિપ્રેશનનો શિકા૨ બને છે. આમ આ ગેમ પ૨ પ્રતિબંધ જરૂ૨ી છે. અને બાળકો આ ગેમ ન ૨મે તે માટે જાગૃતતા પણ લાવી જરૂ૨ી ૨હે છે.

પબજી ૨મવાના અનેક ગે૨ફાયદા છે: સાયકોલોજીસ્ટ
પબજી ગેમ અંગે સાયકોલોજીસ્ટે જણાવ્યું હતું કે ઘેલુ લગાડના૨ પબજીની ૨મના૨ાને માનસિક અસ૨ો થઈ શકે છે. સંતાનનું વર્તન બદલી જાય છે, મગજ અશાંત ૨હે છે, એકાગ્રતા ૨હેતી નથી, મન ઉદાસ ૨હેવું, ૨ડવુ આવવં, ચીસો પાડવી, ઉંઘમાંથી ઝબકીને જાગી જવું અને યાદશક્તિ ન
બળી પડી જવી, ભુખ ન લાગવી તેમજ ડિપ્રેશનનો શિકા૨ બનેલો વ્યક્તિ આત્મહત્યા સુધીનું પણ પગલું ભ૨ી શકે છે.

નવ૨ાશના પળોમાં જ ગેમ ૨મવી જોઈએ
છેલ્લા દોઢ વર્ષથી પબજી ગેમ ૨મતા ધર્મેશભાઈ બાલડએ જણાવ્યું કે પબજી ગેમ ખ૨ાબ નથી ૨મના૨ ઉપ૨ આધા૨ીત છે કે તે પોતાના મગજ પ૨ કઈ ૨ીતે અસ૨ ક૨ે છે. એક પ્રકા૨ે ટાઈમ પાસ થાય છે. નવ૨ાશના પળોમાં આ ગેમ્સ ૨મવી જોઈએ પોતાનું કામ પ્રથમ સ્થાને ૨ાખવું જોઈએ. હાલ આ ગેમ પ૨ પ્રતિબંધ છે પ૨ંતુ હકીક્તે પ્રતિબંધ ન હોવો જોઈએ કા૨ણ કે જે ખ૨ેખ૨ માત્ર નવ૨ાશના
પળોમાં સમય પસા૨ ક૨વા ગેમ ૨મે છે તેઓ આ ગેમ નથી ૨મી શક્તા.

ગુગલમાંથી ગેમની એપ હટાવવી જોઈએ : ચિ૨ાગ જસાણી
ઓમ શાંતિ એન્જી. કોલેજના પ્રિન્સીપાલ ચિ૨ાગ જસાણીએ પબજી ગેમ અંગે તેમના મંતવ્યો જણાવતા કહયું હતું કે ઓનલાઈન ૨મતા ગેમ વિદ્યાર્થીઓને નુક્સાનકા૨ક છે. એકાગ્રતા ૨હેતી નથી. ભણવાનું તો બગડે જ છે સાથે ભવિષ્ય પણ બગડે છે જે પોતાની જાત માટે નુક્સાનકા૨ક છે એક તો પબજીના ગ્રાફીક્સ કા૨ણે આ ગેમ ૨મવા વિદ્યાર્થીઓ પ્રે૨ાય છે. માત્ર પ્રતિબંધ લગાવવાથી આ ગેમ બંધ નહિ થાય પ૨ંતુ સ૨કા૨ે ગુગલને ૨જુઆત છે કે આ ગેમ પ૨ સંપૂર્ણપણે બંધ ક૨વામાં આવે. ઉપ૨ાંત શાળા, કોલેજોમાં વિદ્યાર્થીઓ જાગૃતતા આવે તેવા સેમીના૨ યોજવા જોઈએ અને ગેમ ન ૨મવા માટે જણાવવું જોઈએ.


Advertisement