કોંગ્રેસની ઉત્તરપ્રદેશના ઉમેદવારોની બીજી, મહારાષ્ટ્રની પ્રથમ યાદી જાહેર: દિગ્ગજો સામેલ

14 March 2019 03:18 PM
India
  • કોંગ્રેસની ઉત્તરપ્રદેશના ઉમેદવારોની બીજી, મહારાષ્ટ્રની પ્રથમ યાદી જાહેર: દિગ્ગજો સામેલ

પ્રિયા દત, દેબરા શિંદે, બબ્બર, સંજયસિંહ મેદાનમાં

Advertisement

નવી દિલ્હી તા.14
એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોઈપણ રાજયમાં જોડાણ નહીં કરવાની બસપાના વડા માયાવતીએ જાહેર કર્યાના એક દિવસ બાદ કોંગ્રેસે ઉતરપ્રદેશ માટે વધુ 16 ઉમેદવારો જાહેર કર્યા છે. આ સાથે કોંગ્રેસે મહત્વના અને મોટા રાજયોની 80 પૈકી 27 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે.
પક્ષે ઉતરપ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર માટે પણ પાંચ ઉમેદવારો જાહેર કર્યા છે. એમાં પુર્વ કેન્દ્રીય પ્રધાનો સુનીલકુમાર શિંદે, મિલિન્દ દેવરા પુર્વ સાંસદ નાના પટોલે, પ્રિયા દત અને આદિવાસી નેતા નામદેવ દાલુજી ઉસેન્દીનો સમાવેશ થાય છે.
ઉતરપ્રદેશના ઉમેદવારોમાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, પુર્વ કેન્દ્રીય કેબીનેટ પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલ, સર્વાગતુક ભાજપના પુર્વ સાંસદ સાવિત્રીબાઈ ફુલે અને રાકેશ સાવનનો સમાવેશ થાય છે.
સુલતાનપુર બેઠક માટે રાજયસભાના સાંસદ સંજયસિંહને ઉમેદવાર જાહેર કરાયા એ સૂચવે છે કે વર્તમાન ધારાસભ્યો અને સંસદના ઉપલાગૃહના સભ્યોને ટિકીટ નહીં આપવાના પક્ષના એક વર્ગના સૂચનને નેતાગીરીએ માન્ય રાખ્યું નથી, સિંહ રાજયસભાના આસામથી ચૂંટાયેલા સભ્ય છે અને તેમની મુદત 9 એપ્રિલ, 2020એ પુરી થાય છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે યુપીમાં મહાગઠબંધન નહીં કરવાના એસપી અને બીએસપીના નિર્ણયનો પક્ષ આદર કરે છે, પણ અમે ઉતરપ્રદેશમાં કોંગ્રેસની વિચારધારા માટે અવકાશ ઉભો કરવા માંગીએ છીએ અને એથી અમે બધી બેઠકો લડવા નિર્ણય કર્યો છે.


Advertisement