ભાજપ આનંદીબેન પટેલને ફરી સક્રીય કરશે? ગાંધીનગર બેઠક માટે નજર

14 March 2019 03:12 PM
Ahmedabad Gujarat
  • ભાજપ આનંદીબેન પટેલને ફરી સક્રીય કરશે? ગાંધીનગર બેઠક માટે નજર

જબરી ચર્ચા: પાટીદાર નેતા હાર્દિક હવે કેટલો ઉપયોગી! કોંગ્રેસમાં નવી ચર્ચા શરુ: અનેક સાવધ

Advertisement

રાજકોટ: ગુજરાતમાં ભાજપની સેન્સનો આજથી પ્રારંભ થયો છે. જો કે પ્રથમ વખત ભાજપમાં સેન્સ માટે કોઈ ઉત્સાહ જેવી સ્થિતિ નથી. કારણ કે કાર્યકર્તાઓ કે દાવેદારો ગમે તેવી વજનદાર રજુઆત કરે અંતે તો મોવડીમંડળ જ તેના ગણીત મુજબ (મને વફાદારીના ધોરણે) ઉમેદવારો પસંદ કરે છે. બીજી તરફ ગુજરાતમાં કોને ટિકીટ મળશે કોની કપાશે તેની ચર્ચા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી લડી શકે છે તો હવે આ ચર્ચામાં વધુ એક નામ ઉમેરવું છે અને તે છે રાજયના પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું જેઓ હાલ મધ્યપ્રદેશના રાજયપાલ છે. જેઓને 75 વર્ષના નિયમનો હવાલો આપીને મુખ્યમંત્રીપદેથી ‘નિવૃત’ કરી દેવાયા હતા પણ ભાજપે હાલમાં જ તેના સંસદીય બોર્ડના બહું સ્પષ્ટ અવાજે કહ્યું કે ચૂંટણી ટિકીટમાં 75 વર્ષનો નિયમ લાગુ થશે. આમ પક્ષના માર્ગદર્શક મંડળ ભણી ધકેલાયેલા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોષીને આશા છે પણ સૂત્રો કહે છે કે અડવાણીને હવે પક્ષ માનભેર નિવૃત કરી દેશે અને તેના સ્થાને પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગાંધીનગર બેઠક લડાવી શકે છે અને આ રીતે તેમની અને પાટીદારોની એ નારાજગી પણ સમજાવી શકાશે. જેઓની ફરિયાદ છે કે ભાજપે આનંદીબેનને અન્યાય કર્યો છે.
હાર્દીક હવે કેટલો ઉપયોગી
કોંગ્રેસ પક્ષે અંતે હાર્દીક પટેલને સમાવ્યો છે કે પછી હાર્દિક પટેલે આખરે કોંગ્રેસનો પાલવ પકડી લીધો છે. મહાત્મા ગાંધીથી લઈને સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહનું નામ લઈને આંદોલન ચલાવી યુવા નેતા બનેલા હાર્દીકે પંચાયત અને વિધાનસભા ચૂંટણીમાં તો કોંગ્રેસ પક્ષને લાભ અપાવી દીધો હતો પણ હવે તે શું કોંગ્રેસી નેતા તરીકે તેને સ્વીકારાશે! કોંગ્રેસના સૂત્રો કહે છે કે હાર્દીક હવે અમારી જેમ એક પાટીદાર નેતા છે. ગુજરાતની 9થી11 લોકસભા બેઠક પર પાટીદાર પ્રભાવ છે. હાર્દીકે હવે કોંગ્રેસનો કડવા પાટીદાર નેતા છે તેવું પક્ષમાં ગણીત મુકાઈ રહ્યું છે. આ સમાજના પ્રભાવની 4-5 લોકસભા બેઠક છે. હાર્દીકના જોરે ધારાસભા ચૂંટણી જીતેલા અનેક કોંગી ધારાસભ્યો પણ હવે આ પાટીદાર યુવા નેતા શક્તિશાળી ન બને તેની ચિંતા કરે છે તો બીજી તરફ હાર્દીક પટેલે તેની પુરી ‘પાસ’ ટીમને કોંગ્રેસ સાથે જોડીને પક્ષમાં તેની તાકાત વધારવાની તૈયારી કરી છે.


Advertisement