ઓખામાં શહિદના પરિવારજનોને વિશ્ર્વ મહિલા દિવસ ઉજવણીનો કાર્યક્રમ અર્પણ કરાયો

14 March 2019 03:07 PM
Jamnagar

મહિલાઓએ વકતવ્ય આપી શહિદના પરિવારજનોને બિરદાવ્યા; નારીઓનું સન્માન

Advertisement

ઓખા તા.14
ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા મહિલા જાગૃતી અને દેશભકિતની જયોત હંમેશા પ્રજવલીત રહે તે માટે પુલવામા 44 વીર શહિદોને શ્રધ્ધાંજલી રૂપે સતત એક માસ સુધી પાંચ શ્રધ્ધાંજલીના અનોખા કાર્યક્રમ યોજવામાં આવ્યા જેમાં પ્રથમ બાળકો અને મહિલા દ્વારા કેન્ડલ માર્ચ, રઘુવંશી મહિલાઓ દ્વારા ગીતા પાઠ, નેત્ર નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ અને મહિલા દીન-2019ની ઉજવણીના ભાગરૂપે અનોખો કાર્યક્રમ ઓખા લહેરી માતા મંદિર નવીનગરી એરીયામાં યોજાયો.
આ કાર્યક્રમની શરૂઆત એ મેરે વતન કે લોગોના ગીત પર શ્રધ્ધાંજલી આપવામાં આવી. ત્યાર બાદ પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયા દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કે મા દિકરીના સંબંધો ફ્રેન્ડલી હોવા જોઈએ, દિકરીને અભ્યાસ કરવો સાથે દિકરા પર પણ વધુ ધ્યાન આપવું, નવી પેઢીનો વ્યસનરૂપી રાક્ષસથી બચવુ હશે તો મા બાપે ખાસ વ્યસનથી મુકત રહેવાની જરૂર છે.
સ્ત્રી સશકિતકરણના ભાગરૂપે 10 થી 12 મહિલાઓએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. જેમાં નાણાકીય વ્યવહારો, પોલીસ ફરીયાદ માટે 181 નંબરનો ઉપયોગ, મહિલાઓને મદદરૂપ થવા, જીંદગીમાં બધા સાથે હળીમળીને રહેવા જવા સુંદર પ્રતીભાવો આપ્યા હતા. કાર્યક્રમને રસપ્રદ બનાવવા આરોગ્ય, વર્તન, આહાર, વ્યસનમુકિત જેવા વિષયો આવરી લેતી 15 પ્રશ્ર્નોતરીમાં બધી મહિલાઓએ રસપ્રદ રીતે ભાગ લીધો હતો અને ઈનામો પણ મેળવ્યા હતા.
આ પ્રસંગે ઓખાના ઈન્ચાર્જ પીએસઆઈ ગજેન્દ્રસિંહ ઝાલાએ પણ સરકારશ્રીની યોજના અંતર્ગત સુન્દર માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ કાર્યક્રમમાં દેવીલાબેન દવે, ખતુબેન, મંજુલાબેન, ઝરીનાબેન, પુજાબેન દવે, હિનાબેન જેઠવા, દીયાબેન માણેક, જોહરાબેન વગેરે કારોબારી સભ્યો ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા નારી શકિત મહિલા મંડળના ઉષાબેન તન્ના સાથે તેમની મહીલા ટીમે સારી જહેમત ઉઠાવી હતી. છેલ્લે ડો. પુષ્પાબેન દ્વારા કારોબારી સભ્યો, મીઠાપુર તથા અલગ અલગ વિસ્તારમાં સામાજીક કામો કરતી 20 મહિલાઓને સન્માનીત કરાઈ હતી.


Advertisement