માણાવદર-ધાંગધ્રાની પેટા ચૂંટણી જાહેર; લોકસભા સાથે મતદાન

14 March 2019 02:10 PM
Junagadh Gujarat Politics
  • માણાવદર-ધાંગધ્રાની પેટા ચૂંટણી જાહેર; લોકસભા સાથે મતદાન

જવાહર ચાવડા-સાબરિયાએ આપેલ રાજીનામા બાદ 23મી એપ્રિલે જ મતદાન

Advertisement

રાજકોટ તા.14
માણાવદર-ધાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલટો કરી ધારાસભ્ય પદેથી આપેલ રાજીનામા બાદ આ બન્ને બેઠકોની પેટા ચૂંટણીઓની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. લોકસભા ચૂંટણીની સાથોસાથ જ મતદાન યોજવામાં આવશે. ચૂંટણી પંચે સતાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે.
ચૂંટણી પંચના સૂત્રોના જણાવાયા મુજબ માણાવદર અને ધાંગધ્રાની પેટા ચૂંટણીમાં 27-3-2019ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે. 4/4/2019 સુધી ખોર્મ ભરી શકાશે. 5-4-2019ના રોજ ભરાયેલ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરાશે. 8-4-2019 સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે અને 23/4/19ના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણીની સાથોસાથ જ આ બન્ને વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી થશે. 23-5-2019ના રોજ મતગણતરી કરવામાં આવશે. આ બન્ને બેઠકોની પેટા ચૂંટણક્ષમાં જે તે નાયબ કલેકટરો ચૂંટણી અધિકારીની કામગીરી પણ કરશે.
ચૂંટણી પંચે માણાવદર ધ્રાંગધ્રાની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં મતદાર યાદીમાં હાલની મતદાર યાદી-પૂરવણી યાદી પરથી યોજવાની સુચના આપી છે. આ બન્ને બેઠકોની પેટા ચૂંટણીમાં અલગ વોટીંગ મશીનો વીવીપેટ રાખવામાં આવશે. આ બન્ને બેઠકોની પેટા ચૂંટણીમાં મતદારોને વિધાનસભા ચૂંટણીની પણ ફોટાવાળી અલગ મતદાર સ્લીપ પણ આપવામાં આવશે. ચૂંટણીપંચના જણાવાયા મુજબ આ બન્ને બેઠકોમાં મતદાર યાદીમાં નોંધાયેલા મતદારોએ બુથમાં રાખવામાં આવનારા બે અલગ અલગ વોટીંગ મશીનોમાં પોતાના મત આપવાના રહેશે. આ બન્ને પેટા ચૂંટણીઓમાં નાયબ કલેકટરોને ચૂંટણી અધિકારી જાહેર કરવામાં આવ્યા છે.
દરમ્યાન માણાવદર ધાંગધ્રાની પેટા ચૂંટણીઓની મત ગણતરી પણ અલગ કરવામાં આવશે. ચૂંટણીમાં આ બન્ને વિધાનસભા મત વિસ્તારમરાં આદર્શ આચારસંહિતા અમલવારી માટે અલગ સ્ટાફને નિમવામાં આવશે. માણાવદરના કોંગી ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય સાબરિયાએ પક્ષ પલટો કરી ભાજપમાં ભળણી જતા આ બન્ને પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે.


Advertisement