ભગવાન બારડના મુદ્દે કોંગ્રેસ આક્રમક: ધારાસભ્યોની વિધાનસભા અધ્યક્ષની ચેમ્બર બહાર રામધૂન, સુત્રોચ્ચારો

13 March 2019 06:31 PM
Veraval Gujarat
  • ભગવાન બારડના મુદ્દે કોંગ્રેસ આક્રમક: ધારાસભ્યોની વિધાનસભા અધ્યક્ષની ચેમ્બર બહાર રામધૂન, સુત્રોચ્ચારો
  • ભગવાન બારડના મુદ્દે કોંગ્રેસ આક્રમક: ધારાસભ્યોની વિધાનસભા અધ્યક્ષની ચેમ્બર બહાર રામધૂન, સુત્રોચ્ચારો

અધ્યક્ષને રજુઆત બાદ ધારાસભ્ય ચેમ્બરની બહાર બેસી ગયા: વધારાનો પોલીસ કાફલો તૈનાત કરાયો

Advertisement

કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે કોંગ્રેસ આક્રમક બની હોય તેમ આજે પાર્ટીના ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષ પાસે પહોંચ્યા હતા અને સુત્રોચ્ચારો અને રામધુન બોલાવતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીની આગેવાની હેઠળ કોંગ્રેસના ધારાસભ્યો આજે બપોરે અધ્યક્ષને મળવા પહોંચ્યા હતા. ભગવાનભાઈ બારડને ખોટી રીતે સસ્પેન્ડ કરાયા છે અને તેઓએ આ મામલે હાઈકોર્ટમાં ધા નાખી હોવાની દલીલ સાથે રજુઆતો કરી હતી. અધ્યક્ષને રજુઆત કર્યા બાદ ગમ્મે તેમ બન્યુ હોય ધારાસભ્ય ચેમ્બરની બહાર પલાઠી વાળીને બેસી ગયા હતા. લોકશાહી કા ખુન નહીં હોંને દેંગે તેવા સુત્રોચ્ચાર અને રામધુન શરૂ કરતા રાજકીય ગરમી સર્જાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્યને આક્રમક વલણને પગલે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.


Advertisement