પ્રિયંકાનું પ્રથમ પ્રવચન.... કોંગ્રેસનો આત્મવિશ્ર્વાસ ઉંચો

13 March 2019 06:08 PM
Ahmedabad Gujarat Politics
  • પ્રિયંકાનું પ્રથમ પ્રવચન.... કોંગ્રેસનો આત્મવિશ્ર્વાસ ઉંચો
  • પ્રિયંકાનું પ્રથમ પ્રવચન.... કોંગ્રેસનો આત્મવિશ્ર્વાસ ઉંચો
  • પ્રિયંકાનું પ્રથમ પ્રવચન.... કોંગ્રેસનો આત્મવિશ્ર્વાસ ઉંચો
  • પ્રિયંકાનું પ્રથમ પ્રવચન.... કોંગ્રેસનો આત્મવિશ્ર્વાસ ઉંચો

એરપોર્ટથી અડાલજ સુધી પ્રિયંકા ગાંધીની સાદગી, સરળતા અને સદભાવનાની વાત લોકોના હૃદયમાં ઉતરી ગઈ

Advertisement

રાજકોટ તા.13
કોંગ્રેસે અમદાવાદમાં યોજેલી કારોબારી તથા જનસંકલ્પ રેલીને કારણે પાર્ટી તથા તેના નેતાઓનો આત્મવિશ્ર્વાસ ઉંચો થયો છે. ખાસ કરીને બે મહિના પુર્વે જ સક્રીય રાજકારણમાં પ્રવેશેલા અને પ્રથમ જાહેરસભા સંબોધનમાં આક્રમકતાની સાથોસાથ સંયમ દર્શાવનાર પ્રિયંકા ગાંધીના પ્રવચનને રાજકીય વિશ્ર્લેષકો ઘણુ મહત્વનું ગણી રહ્યા છે. ભાજપ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ લીધા વિના કરેલા પ્રહારોથી પ્રિયંકામાં પરિપકવ નેતાઓના ગુણ હોવાનું ગણવામાં આવે છે. આ સિવાય 47 વર્ષીય કોંગી નેતાએ સાદગી અને સદભાવનાનો પરિચય આપીને લોકોના દિલ જીતી લીધા હતા. ભારતીય રાજકારણના પ્રથમ પરિવારના હોવા છતાં ‘ડાઉન ટુ અર્થ’ રહેલા નેતાઓ પણ પ્રભાવિત થયા હતા.
એરપોર્ટથી માંડીને અડાલજ સુધીના જુદા-જુદા સ્થળોએ પ્રિયંકા ગાંધીએ અન્ય નેતાઓ સાથે સરળતાથી વાતચીત કરી હતી. તેઓને શાંતિથી સાંભળ્યા હતા. એરપોર્ટથી સાબરમતી આશ્રમ જવાની બસમાં પ્રિયંકા ગાંધી સૌથી છેલ્લે ચડયા હતા. અહેમદ પટેલ, વેણુગોપાલ સહીતના સીનીયર નેતાઓને પહેલા ચડવા દીધા હતા. બસમાંથી ઉતર્યા બાદ પણ અહેમદ પટેલ, અમીત ચાવડા, અલ્પેશ ઠાકોર જેવા ગુજરાતમાં નેતાઓની પાછળ ચાલ્યા હતા. ગાંધી આશ્રમમાં પ્રિયંકા ગાંધીએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલી આપીને પ્રાર્થનાસભામાં ભાગ લીધો હતો. ગાંધીજી તથા કસ્તુરબા ગાંધીના રહેઠાણ એવા હૃદયકુંજની મુલાકાત લીધી હતી. ચરખા ચલાવનારાને મળ્યા હતા અને ‘યહ દેશ કા ધાગા હૈ’ના ઉદગાર કાઢતા હતા.
આશ્રમમાં સેન્ટર સ્ટેજમાં મથવાનું ટાળ્યુ હતું અને મહામંત્રીઓની જગ્યા પર ચોથી હરોળમાં જ બેઠા હતા એટલું જ નહીં સરદાર સ્મારક ખાતે ગ્રુપ ફોટોમાં પણ છેલ્લી હરોળમાં ઉભા હતા.
રાજકારણમાં નવી જ એન્ટ્રી હોવાથી જુનીયર ગણાય તે સ્વીકારીને કારોબારી બાદ છેલ્લે રૂમમાંથી નીકળ્યા હતા.
પ્રિયંકાના આગમન સાથે જ અડાલજ ખાતે ઈન્દીરા ગાંધીની સરખામણી કરતા નારા લાગ્યા હતા. પ્રિયંકાનું પ્રવચન પણ શુદ્ધ હિન્દીમાં રહ્યું હતું. ભાષણમાં મોદીના ‘મ’ કે ભાજપનો કોઈ ઉલ્લેખ સુદ્ધા થવા દીધો ન હતો અને બેકારી, વચનો જેવા મુદાઓને જ કેન્દ્રમાં રાખ્યા હતા.

સુરેન્દ્રનગરની વિદ્યાર્થીની પ્રિયંકાએ દોરેલો રાહુલનો સ્કેચ આકર્ષણનું કેન્દ્ર
સુરેન્દ્રનગરની એમબીએની વિદ્યાર્થીની પ્રિયંકા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની પ્રશંસક છે. તેણે રાહુલ ગાંધીનો ખાસ સ્કેચ દોર્યો હતો તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અડાલજ રેલીમાં પ્રિયંકા ઉપસ્થિત થઈ હતી. જો કે, રાહુલને તે ગીફટ કરવાની ઈચ્છા પૂર્ણ થઈ ન હતી. કારણ કે રાહુલ લોકો વચ્ચે
આવ્યા જ ન હતા.


મોદી પછી રાહુલ પ્રિયંકાના માસ્ક ‘હીટ’
ગુજરાતમાં 2012ની વિધાનસભા ચૂંટણી વખતે રાજકીય નેતાઓના માસ્કનો ટ્રેન્ડ શરુ થયો હતો. નરેન્દ્ર મોદીના માસ્ક નીકળ્યા હતા. 2014માં રાહુલ ગાંધીના માસ્ક પણ દેખાયા હતા. ગઈકાલે કોંગ્રેસના કાર્યક્રમોમાં રાહુલ ઉપરાંત પ્રિયંકા ગાંધીના માસ્ક પણ હીટ હતા. મોટી સંખ્યામાં આવા માસ્ક સાથેના લોકો નજરે ચડયા હતા.

રાહુલ વડાપ્રધાન ન બને ત્યાં સુધી પગપાળાની માનતા!
કોંગ્રેસના કાર્યક્રમમાં પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીના કેટલાક પ્રશંસકો ધ્યાનાકર્ષક બન્યા હતા. હરિયાણાના દિનેશ શર્માએ એવી માનતા રાખીને જયાં સુધી રાહુલ પ્રધાનમંત્રી ન બને ત્યાં સુધી પગપાળા જ જશે એટલું જ નહીં રાહુલની તમામ જાહેરસભામાં હાજરી આપશે. તેના કહેવા મુજબ રાહુલની નેતાગીરીમાં જ દેશ સમૃદ્ધ થઈ શકશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે અને રાહુલ વડાપ્રધાન બનશે તેવો વિશ્ર્વાસ દર્શાવ્યો હતો. કદાચ આ વખતે વડાપ્રધાન ન બને તો પણ પગપાળાની માનતા ચાલુ જ રહેશે.


Advertisement