મે કોંગ્રેસની વિચારધારા અપનાવી છે, કોઈ સમાજ દ્રોહ કર્યો નથી: હાર્દિક પટેલ

13 March 2019 05:45 PM
Ahmedabad Gujarat
  • મે કોંગ્રેસની વિચારધારા અપનાવી છે, કોઈ સમાજ દ્રોહ કર્યો નથી: હાર્દિક પટેલ

પાસના પુર્વ ક્ધવીનરની સજા સામે ‘સ્ટે’ની ગુજરાત હાઈકોર્ટની અરજી સાંભળવામાં જજ ઢોલરીયાનો ઈન્કાર

Advertisement

રાજકોટ: હાલમાં જ કોંગ્રેસમાં ભળેલા પાટીદાર અનામત આંદોલન સમીતીના એક સમયના ક્ધવીનર હાર્દિક પટેલ તેને તોફાનના કેસમાં ટ્રાયલ કોર્ટે કરેલી સજા સામે ‘સ્ટે’ માટે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજીમાં ન્યાયમૂર્તિ આર.વી.ઢોલરીયાએ નોટ-બીફોર મી કહીને આ રીટ સાંભળવા ઈન્કાર કરી દેતા હવે ચીફ જસ્ટીસ આ કેસ નવા ન્યાયમૂર્તિને સુપ્રત કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે હાર્દિક પટેલના ઉપવાસ સમયે પણ પોલીસ તેને અહિંસક આંદોલન કરવા દેતી નથી તેવી અરજી હાઈકોર્ટમાં કરી તે સમયે પણ જજ ઢોલરીયાએ નોટ-બીફોર મી નો શેરો માર્યો હતો. હાર્દીકે તે ચૂંટણી લડી શકે તેથી આ સજા સામે ‘સ્ટે’ માંગ્યો છે. બીજી તરફ તેણે કોંગ્રેસમાં જોડાઈને પાટીદારોનો દ્રોહ કર્યો છે તેવા આક્ષેપ પર હાર્દિક જવાબ આપતા કહ્યું કે હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયો છે. તેમાં સમાજ સાથે કોઈ દ્રોહ કર્યો નથી. એસપીજીના વડા લાલજી પટેલે કરેલા આક્ષેપનો જવાબ આપતા હાર્દિક પટેલે કહ્યું કે અમોએ સમાજ માટે ઘણું કામ કર્યુ છે.
હાર્દિકને કોંગ્રેસ પક્ષ પ્રવકતા બનાવશે!
ચૂંટણી સમીતીમાં પણ સામેલ કરવા તૈયારી
રાજકોટ: કોંગ્રેસમાં સામેલ થયેલા પાસના પુર્વ નેતા હાર્દિક પટેલને પક્ષના પ્રવકતા બનાવવામાં આવે તથા પ્રચાર સમીતીના સભ્ય સહીત બે-ત્રણ કમીટીમાં પણ સામેલ કરવામાં આવે તેવી ધારણા છે. હાર્દિક જે રીતે ‘પાસ’ના ક્ધવીનર તરીકે તેમના આકરા શબ્દોથી જાણીતો બન્યો છે. તેના પરથી તેને પક્ષના રાજ્ય પ્રવકતા તરીકે પણ નિયુક્ત થઈ શકે છે અને પક્ષના પ્રચારમાં તે ગુજરાત ઉપરાંતં અન્ય રાજયમાં પણ કોંગ્રેસ સામેલ કરશે.


Advertisement