ચાલો વ્હાલાના દરબારમાં... દ્વારકાની વાટે ભક્તોના ઘોડાપુર

13 March 2019 04:02 PM
Jamnagar
  • ચાલો વ્હાલાના દરબારમાં... દ્વારકાની વાટે ભક્તોના ઘોડાપુર
  • ચાલો વ્હાલાના દરબારમાં... દ્વારકાની વાટે ભક્તોના ઘોડાપુર
  • ચાલો વ્હાલાના દરબારમાં... દ્વારકાની વાટે ભક્તોના ઘોડાપુર
  • ચાલો વ્હાલાના દરબારમાં... દ્વારકાની વાટે ભક્તોના ઘોડાપુર

Advertisement

ચારધામ પૈકીના એક એવા જગત મંદિર દ્વારકામાં ફુલડોલ મહોત્સવને ઉજવવા ભાવિકો અધીરા બન્યા છે. કૃષ્ણભકતો ફુલડોલ મહોત્સવને ઉજવવા રાજ્ય સહિત ભારતભરમાંથી દ્વારકા ખાતે આવતા હોય છે. તેમાં પણ અનેક શ્રધ્ધાળુઆ પગપાળા આવતા હોય છે ત્યારે જામનગર-દ્વારકા રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ મંદિર પાસે રાધેક્રિષ્ના ગૃપ દ્વારા પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દ્વારકાધીશ પદયાત્રી કેમ્પ સહિત અનેક સેવા કેમ્પ પણ શરૂ થઇ ગયા છે. આ કેમ્પમાં દ્વારકા જતા પદયાત્રીઓને ચા-પાણી, નાસ્તો, જમવા, રહેવાની સુવિધાઓ આપવામાં આવે છે. યાત્રાધામ એવા દ્વારકામાં જગતમંદિર ખાતે યોજાનાર ફુલડોલ ઉત્સવમાં ગુજરાત, રાજસ્થાન સહિતના અન્ય રાજયોમાંથી શ્રધ્ધાંળુઓ ભાગ લેવા આવતા હોય છે દર વર્ષે હજારો ભાવિકો પગપાળા દ્વારકા જતા હોય છે ત્યારે પગપાળા જતા શ્રધ્ધાંળુઓ માટે સેવાભાવી સંસ્થાઓ, યુવાનો દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આ સેવા કેમ્પમાં મેડીકલ, જમવાની પણ સુવિધા આપવામાં આવે છે.


Advertisement