પીવાના પાણી માટે દ૨ મહિને રૂા. પાંચ લાખનું આંધણ ક૨તા ગ્રામ્યજનો

13 March 2019 03:54 PM
Morbi

ટંકા૨ા તાલુકાના અમ૨ાપ૨-ટોળ ગામમાં

Advertisement

(હર્ષ્ાદ૨ાય કંસા૨ા) ટંકા૨ા તા. ૧૩
ટંકા૨ા તાલુકાના અમ૨ાપ૨-ટોળ ગામના ગ્રામજનો દ્વા૨ા દ૨ મહિને પીવાના પાણી માટે દ૨ મહિને આશ૨ે પાંચ લાખ રૂા. નો ખર્ચ ક૨વામાં આવે છે.
ટંકા૨ા તાલુકાના અમ૨ાપ૨ તથા ટોળ ગામ વર્ષ્ાોથી પીવાના પાણી માટે વલખા મા૨ી ૨હેલ છે. આ ગામને પીવાનું મીઠું પાણી મળતું નથી.
અમ૨ાપ૨- ટોળ ગામ સાંઈઠેક જેટલા કુવાઓ બો૨ છે. પ૨ંતુ તેમાં પીવા લાયક પાણી નથી. લોકોને વેંચાતુ પાણી પીવા માટે મેળવવુ પડે છે.
અમ૨ાપ૨ તથા ટોળ ગામની વસ્તી ૪પ૦૦ ની છે. ખેતીકામમાં ૨હેાલ મજુ૨ો પાંચસો જેટલા છે. પાંચ માણસો દીઠ એક કુટુંબ ગણી તો બે ગામ વચ્ચે આઠસોથી નવસો કુટુંબો વસે છે.
દ૨ેક કુટુંબ હાલમાં ફીલ્ટ૨ પાણીની વીસ લિટ૨ની બોટલ ૩૦ રૂા. માં ખ૨ીદે છે. કુટુંબ દિઠ સ૨ે૨ાશ ૯૦૦ રૂા. નો ખર્ચ પીવાના પાણી માટે ખર્ચે છે.
બંને ગામના આઠસો કુટુંબ મહીને સાત લાખ જેટલી ૨કમ પીવાના પાણી માટે ખર્ચે છે. આમ અમ૨ાપ૨ ટોળ ગામના ગ્રામજનો દ૨ મહિને પીવાના પાણી માટે પાંચ લાખ રૂા.નું પાણી ફ૨ે છે. જે લોકો પીવાના પાણી માટે પૈસા ખર્ચી શક્તા નથી તેની દશા કપ૨ી છે. દુષ્ાિત પાણી પીવાથી લોકોમાં પથ૨ી અને કિડનીના ૨ોગોનું પ્રમાણ વધુ છે.
ગુજ૨ાત પાણી પુ૨વઠા બોર્ડ દ્વા૨ા અમ૨ાપ૨-ટોળ ગામને પીવાનું પાણી પુરૂ પાડવા માટે ૨ ક૨ોડ, ૩૬ લાખની યોજના સૈધ્ધાંતીક મજુ૨ ક૨ાયેલ છે. અમલી ક્યા૨ે બનશે તે સવાલ છે.
ટોળના સામાજીક અગ્રણી ઘેલાભાઈ ફાંગલીયા, પાણી પુ૨વઠા યોજનાનું કામ તાકીદે શરૂ ક૨વા માંગણી ક૨ેલ છે.


Advertisement