વડીયા ગ્રામ પંચાયત કચે૨ી સ્ટાફના ધ૨ણા

13 March 2019 03:36 PM
Amreli
  • વડીયા ગ્રામ પંચાયત કચે૨ી સ્ટાફના ધ૨ણા

ત્રણ માસથી પગા૨ નહીં થતા કર્મચા૨ીઓની હડતાલ

Advertisement

વડીયા ગ્રામપંચાયત કચેરીના સફાઈ,લાઈટ, પાણીના કર્મચારીઓના છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા કર્મચારીઓ આજ થી ઉતર્યા હડતાલ ઉપર જ્યા સુધી એકી સાથે ત્રણ મહિના નો પગાર નહીં ચૂકવાય ત્યાં સુધી લાઈટ,પાણી તેમજ વડીયા શહેરની સફાઈ સહિતના કર્મચારીઓ ની હડતાલ રહેશે યથાવત વડીયા પંચાયતના ગ્રાઉન્ડ ખાતે તમામ કર્મચારીઓ બેસીને ધરણા કર્યા શરૂ.
જ્યારે આ અંગે વડીયાના સરપંચ રમાબહેન ઢોલરીયાને પૂછતાં તેણે જણાવેલ કે વડીયા ગ્રામ પંચાયતમાં ફક્ત ને ફક્ત સરકારી ગ્રાન્ટ 65 હજાર જેવી રકમ આવે છે અને માત્ર ને માત્ર બીજી આવક વેરાવસુલાત સિવાય કોઈ આવક નથી અને સરપંચ દ્વારા ગ્રામજનો ને અપીલ છે કે વેરા ભરીજવા જેથી કરીને અમો ટાઈમ્સર કર્મચારીઓના પગાર ચૂકવી શકીએ જોકે અમો પંચાયત દ્વારા પણ લહેણાં વેરાવસુલાત માટે પંચાયત દ્વારા વ્યક્તિઓને નોટિસ આપેલ છે.


Advertisement