સાવરકુંડલા હાથસણી રોડ પર સ્ટ્રીટ લાઇટો બંધ

13 March 2019 03:36 PM
Amreli
  • સાવરકુંડલા હાથસણી રોડ પર સ્ટ્રીટ લાઇટો બંધ

એક માસમાં સ્ટ્રીટ લાઇટ શરૂ ન થાય તો આંદોલનની ચીમકી

Advertisement

(પ્રદિપભાઇ દોશી) સાવરકુંડલા તા.13
સાવરકુંડલા હાથસણી રોડ પર ની સ્ટ્રીટલાઇટો છેલ્લા એક વર્ષથી બંધ છે દિવસ ત્રીસ મા લાઈટ નું કામ તો ચાલુ ન થાય તો નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ બેસવા માટ નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રવીણભાઈ કોટીલા નગરપાલિકામાં લેખિત રજુઆત કરેલ છે.
સાવરકુંડલાના મુખ્ય છ રોડ આવેલ છે એમાંનો એક હાથસણી રોડ છે આ વિસ્તાર માં આશરે 25 હજારથી વધુ લોકો રહે છે અને રોડ પર રાત્રિના અવર-જવર કરે છે ફ વિશાળ વિસ્તારો ના આ રોડ પર એક પણ સ્ટ્રીટ લાઈટ મુખ્ય રોડ પર નથી છેલ્લા એક વર્ષથી ખોડિયાર ચોક થી રાધેશ્યામ સોસાયટી સુધી રોડ પર એક પણ સ્ટ્રીટ લાઈટ નથી અને એના કારણે સાંજ ના સાત થી અનેક પ્રકારના નાના નાના અકસ્માત ની ઘટના બને છે આ વિસ્તાર માં રખડતા ભટકતા માલ ઢોર પણ વધુ પ્રમાણ છે જેથી રોડ રાત્રી ના બાઇક ચાલકો સાથે આ અંધારપટ ને કારણે અચાનક બ્રેક મારવાના કારણે લોકો ને નાની મોટી ઇજા પામે છે અનેકવાર નગરપાલિકામાં મૌખિક રજૂઆત કરવા છતાં કંઈપણ થતું નથી છેલ્લે નાછૂટકે નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને આજ વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ટર્મ નગરપાલિકાનો શાસનમાં પ્રવીણભાઈ કોટીલા રહી શુકયા છે દિવસ ત્રીસ માં આ રોડ પર જો સ્ટ્રીટ લાઈટો નું કામ કામ ચાલુ નહીં થાય તો નગરપાલિકા સામે પ્રતીક ઉપવાસ પર બેસવા માટે ગાંધી ચિધ્યામાર્ગ લોકો ને સાથે રાખી નગરપાલિકા કચેરી સામે પ્રતીક ઉપવાસ પર બેસવા ની ફરજ પડશે તેમ જણાવેલ છે.


Advertisement