ધોરાજીની ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલની ઉંચી ઉડાન

13 March 2019 03:33 PM
Dhoraji
  • ધોરાજીની ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલની ઉંચી ઉડાન

શિક્ષણનગરીને ખ્યાતિ અપાવનાર શિક્ષણવિદ હિતેશ ખરેડ, ડો.કેતન પોપટ તથા અશોક વઘાસીયાના પ્રેરણારૂપ વિદ્યાર્થીઓની ગૌરવગાથા

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી) ધોરાજી તા.13
Caring Your Dreamનાં ઘ્યેયને વરેલી સંસ્થા Dream International Schoolને સૌરાષ્ટ્રનાં શિક્ષણ જગતમાં બે દાયકાથી અગ્રેસર રાખતાં ગુરૂજનો એટલે હિતેશ ખરેડ-જેમણે ગુજરાતની પ્રથમ ક્રમની સેંટ ઝેવીયર્સ કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું, સતત ચેતનવંતા જીવ વિજ્ઞાનના શિક્ષણ એટલે ખરેડભાઇ શિક્ષણની સાથે લેખન કાર્યમાં પણ સમગ્ર ગુજરાતમાં તેમનું નામ છે. તેમની લખેલી ABC's BIOLOGY for NEET કે જેમનું વિમોચન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવેલું તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ તેમના આ કાર્યને બિરદાવી અને કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓ માટે સંજીવની જડીબુટ્ટી જેવુ કાર્ય કરી વિદ્યાર્થીને અભ્યાસમાં સતત ધબકતો રાખે છે.
ડો.કેતન પોપટ, ડોકટરેટ જેવી ઉચ્ચતમ શૈક્ષણિક ડીગ્રી ધરાવી સંશોધન ક્ષેત્રે આગળ ન વધવાને બદલે હજારો વિદ્યાર્થીઓને સંશોધનલક્ષી લક્ષ્ય તરફ પ્રેરવાના ઘ્યેય સાથે શિક્ષણ ક્ષેત્રે પ્રવેશેલા છે.
શિક્ષણ એટલે ડો.કેતન પોપટ, રસાયણશાસ્ત્રમાં ખંતપૂર્વક અને રસાળશૈલીથી માર્ગદર્શન પુરૂ પાડી કેમેસ્ટ્રી કે જે વિદ્યાર્થીઓના માનસમાં સંકિર્ણ વિષય હોવાની માન્યતા છે તેને ભૂંસી નાંખી વિદ્યાર્થીઓને આત્મદીપો ભવ:નો સંદેશ આપનાર શિક્ષક અશોક વઘાસીયા, ગુજરાતની શિક્ષણ નગરી વિદ્યાનગરમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અગણિત વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં રસ લેતા કરીને સફળતા અપાવનાર મુદુ અને ગંભીર શિક્ષક.
ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ-ધોરાજીના શિલ્પીઓ અને આ સંસ્થામાંથી પાયાનું ઘડતર-ભણતર, શિક્ષણ શિસ્ત, સંસ્કારના પાઠ ભણીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધનીય સફળતા પ્રાપ્ત કરેલ છે.
જેમાં it's i m possible સૂત્રને ચરીતાર્થ કરતું દ્રષ્ટાંત એટલે આ સંસ્થાનો વિદ્યાર્થી જયદીપ રમેશભાઇ કાછેલા, જે આજે ડો.જયદીપ (ખ.ઉ.ૠયક્ષફિહ) જમૈકા યુનિવર્સિટી-ન્યૂયોર્ક કે જે વિશ્ર્વની અગ્રણ્ય હોસ્પિટલમાં સમાવિષ્ટ છે. તેમાં પોતાની તબીબી સેવા તેમજ યુ.એસ.આર્મીમાં મેડીકલ ઓફિસર તરીકેની ફરજ બજાવે છે જે લગભગ જવલ્લે જ પ્રાપ્ત થતી સફળતા ગણાય.
રુકેનાતુ, થકે ના તુ, ઝુકે ના તુ, થમે ના તું આ ઉકિતને ચરીતાર્થ કરતું ઉદાહરણ એટલે ચાવડા મિલન ગગનચૂંબી સ્વપ્ન લઇને ધો.12 સાયન્સમાં ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ મેળવી સખત અને નિષ્ઠાપૂર્વકની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શન અને પ્રેરણાથી આઇઆઇએસટી તિરવન્તપુરમ ખાતે એરોસ્પેશ એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવી હાલમાં જ ઇસરોનાં અંતરીક્ષ પ્રોજેકટ હેઠળ જુનીયર રીસર્ચ ફેલો તરીકે પસંદગી પામી પોતાનું સ્વપ્ન સાકાર કરેલ છે.
જવલંત સફળતાને વરેલો વિદ્યાર્થી-ફળદુ ચાર્મીન જેણે આ સંસ્થામાંથી ધો.12 સાયન્સમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દીની સફરનો પાયો નાખ્યો ત્યારબાદ મિકેનિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કરી ઓટોમોબાઇલ ક્ષેત્રે ઇન્ડિયન પેટન્ટ રજીસ્ટર કરાવી, ઉચ્ચ સંશોધન માટે જર્મનીમાં પસંદગી પામી અકલ્પનીય સિઘ્ધિ મેળવેલ છે.
અડગ મનનો અને ઉત્સાહથી છલોછલ વિદ્યાર્થી એટલે ડો.આકાશ માકડીયા (એમ.એસ.ઓર્થો) ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.12 સાયન્સનો સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરી હાલમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્રનાં એકમાત્ર ચાઇલ્ડ ઓર્થોપેડીક સર્જન તરીકેની પ્રેકટીસનો શુભારંભ કરેલ છે.
આ માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકેલા વિદ્યાર્થીઓની ગૌરવ ગાથા છે. પરંતુ સતત અતૂટ પરિણામોની હારમાળા સર્જી આવા હજારો ડોકટર તથા એન્જીનિયરોના સ્વપ્ન પૂર્ણ કરવામાં ડ્રીમ સ્કૂલ અને તેના ગુરૂજનોએ પાયો નાખ્યો છે. તથા પ્રેરક બન્યા છે. ભવિષ્યમાં પણ આ સંસ્થામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના ડ્રીમને રીયાલીટીમાં પરિવર્તીત કરવા આ સંસ્થા સતત પ્રયન્શીલ અને કાર્યરત છે.


Advertisement