સિંચાઇના પાણીની માંગને લઇ આવતીકાલે તળાજા પંથકના 25 ગામના કિસાનોની રેલી

13 March 2019 03:30 PM
Bhavnagar

પાણી નહી છોડાય તો આંદોલન વધુ વેગવંતુ કરવાની ચિમકી

Advertisement

ભાવનગર તા.13
તળાજા તાલુકાના પચીસેક ગામડાઓના ખેડૂત આગેવાનોની આજ શેત્રુંજી સિંચાઈ યોજના માંથી પાણી મળે તેમાટે બેઠક યાર્ડ ખાતે મળી હતી.આ બેઠકમાં પાણી ની માગ કરવામાટે ગુરુવાર ના રોજ બપોર એ કલેકટર ને આવેદનપત્ર આપવું . આવેદનપત્ર આપવાના સમયે ખેડૂતો ની મોટી સઁખ્યા થાય તેમાટે ગામે ગામ ના ઉપસ્થિત આગેવાનોને જવાબદારી સોપવમાં આવી હતી.
તળાજા યાર્ડ ના પૂર્વ સેક્રેટરી અને ખેડૂત સંગઠન આગેવાન હરજીભાઈ ધાંધલિયા ના જણાવ્યા પ્રમાણે શેત્રુજી સિંચાઈ યોજના ડાબા જમણા કથા માં ડેમમાં રહેલું પાણી સિંચાઈ માટે મળી રહે તેવી માંગ બળવત્તર બની છે. એ કારણોસર આજ યાર્ડખાતે પચીસેક ગામડાના ખેડૂત આગેવાનો ની બેઠક મળી હતી. આ બેઠકમાં તા.14,ગુરુવાર ના રોજ બપોરે 12 કલાકે કલેકટરને રૂબરૂ મળી આવેદનપત્ર પઠવી ઝીરો લેવલ સુધી પાણી સિંચાઈ માટે આપવામાં આવે તેમાટે રજૂઆત કરવી.
રજુઆત સમયે ખેડૂતો ની સઁખ્યા વિશાલ પ્રમાણ માં રહે .પ્રશાસન અને સરકાર પર ખેડૂતો ની સઁખ્યા જોઈને દબાણ આવે તેમાટે મોટી સઁખ્યા એકથી કરવામાટે ઉપસ્થિત ગામના લોકો એ પોત પોતાના ગામની સઁખ્યા વધુમાં વધુ આવે.તેમાટે જવાબદારી સ્વંય લેવામાં આવી હતી.ખેડૂતોની આમાંગ સ્વંય ઉઠવા પામી છે
ત્યારે આવતા દિવસોમાં આ માંગ વધુ ઉગ્ર બનશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.


Advertisement