લાલચ આપી પરિણિતા પર ચાર વર્ષ દુષ્કર્મ : બે શખ્સો સામે ફરિયાદથી ચકચાર

13 March 2019 03:28 PM
Bhavnagar

તળાજાના રાળગોન ગામે બનેલ બનાવથી તપાસનો ધમધમાટ

Advertisement

(વિપુલ હિરાણી) ભાવનગર તા.13
ભાવનગર ના અલંગ મરીન પોલીસ મથકમાં આજ પર પ્રાંતીય પરિણીતાએ તળાજા ના રાળગોન અને સથરા ગામના બે યુવાન મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રાળગોનના યુવાને ચાર વર્ષ દરમિયાન દુષ્કર્મ આચરયુ,અને તેના સથરા ના મિત્ર એ ફરિયાદ ન કરવા માધ્યમથી કરી ગુન્હા માં મદદ ગારી કરવાનો આરોપ લગાવ્યો છે.
અલંગ મરીન પોલીસ પાસે થી જાણવા મળતી વિગતો મુજબ બત્રીસ વર્ષની પરપ્રાંતીય પરિણીત મહિલાએ આજ નોંધાવેલ ફરિયાદ માં તળાજા ના રાળગોન ગામના નરેન્દ્રસિંહ જશુભા ગોહિલ છેલ્લા ચારેક વર્ષથી વિશ્વાસમાં લઇ લાલચ,લોભ.આપી અવાર નવાર શારીરિક સંબધ ખોલીએ આવી બાંધતો હતો. આ બાબતે મહિલા પોલીસ ફરિયાદ કરવાનું વિચારતા સથરા ગામના કનુભાઈ જે નરેન્દ્રસિંહ ના મિત્ર છે.
તેમને મહિલા ને ફરિયાદ ન કરવાનું અને તેના બદલામાં વળતર ચૂકવવા માટે જણાવી યેનકેન પ્રકારે મદદ ગારી કરી હોવાનો પણ આરોપ લગાવેલ.આમ અલંગ મરીન પોલીસ એ બન્ને વિરુદ્ધ દુષ્કર્મ આચરવું અને મદદ ગારી કરવી બદલ ગુન્હો નોંધી તપાસ પી.આઈ બી.પી.ચૌધરી ચલાવી રહ્યા છે.
સતાવાર સાધનોએ ઉમેર્યૂ હતુંકે નરેન્દ્રસિંહ નો સંબધ ખમભાળીયા ગામે કરવામાં આવેલ હતો.ત્યાં પણ આ પરપ્રાંતીય મહિલા પહોંચી હતી ને પોતાની સાથેના નરેન્દ્રસિંહ ના સંબધની વાત કરી ત્યાં સંબધ તોડાવી નાખેલ.
’પરાઈ નાર પે નઝર મત ડાલો,બુરી આદત અભિસે બદલ ડાલો’
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન નું "પરાઈ નાર પે નઝર મત ડાલો,બુરી આદત હેયે અભી બદલ.ડાલો” ગીત ની પક્તિ આ દુષ્કર્મની ફરિયાદ સાથે બંધ બેસેછે.એટલુંજ નહિ આ ઘટના પત્ની સિવાયની સ્ત્રી સાથે લગ્નેતર સંબધ ન બાંધવાનો સઁદેશ પણ આપી જાય છે. સાથે કોઈના ગેરકાયદેસર ચાલતા લફરામાં માધ્યમથી કરવી પણ ક્યારેક ભારે પડી જાય છે.


Advertisement