વેરાવળ નજીક સ્કૂટર પાસે ઉભા રહેલા માતા-પુત્રને ડમ્પરે ઠોકર મારતા પુત્રનું મૃત્યું

13 March 2019 03:21 PM
Veraval

માતાની નજર સામે માસુમ પુત્રના મોતથી માતા હતપ્રભ

Advertisement

વેરાવળ તા.13
સોમનાથ બાયપાસ ચોકડી પાસે ગઇ કાલે બપોરના સમયે રોડની સાઇડમાં મોપેડ સ્કુપટર સાથે ઉભેલ માતા-પુત્રને ડમ્પમરે અડફેટે લેતા પાંચ વર્ષીય પુત્રનું માતાની નજર સામે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું. આ અકસ્મા ત અંગે પોલીસે ડમ્પનર ચાલક સામે ફરીયાદ નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે.
આ અંગે પ્રાપ્તસ વિગતો અનુસાર સોમનાથ બાયપાસ ચોકડી પાસે ગઇ કાલે બપોરે ત્રણ વાગ્યાર આસપાસ એવીયેટર મોપેડ સ્કુ ટર સાથે રોડની સાઇડમાં ઉભેલ શબનમ એજાજ ગાજીપરા ઉ.વ.34, અમન એજાજ ગાજીપરા ઉ.વ.7 ને કોડીનાર તરફથી આવતુ ડમ્પગર જી.જે. 11 ઝેડ ર431 ના ચાલક લખમણ ઘના ગઢવીએ માતા-પુત્રને અડફેટે લેતા પાંચ વર્ષીય અમનનું બનાવ સ્થ ળે કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજેલ જયારે માતા શબનમને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી સરકારી હોસ્પી્ટલે ખસેડેલ હતા. આ અકસ્માઇત અંગે એજાજ ગાજીપરાએ ડમ્પથર ચાલક સામે ફરીયાદ નોંઘાવતા પોલીસે તપાસ હાથ ઘરી છે. આ અકસ્માોતમાં પાંચ વર્ષીય માસુમના મૃત્યુથી મેમણ સમાજ સહિત તેના પરીવારમાં શોકનું મોજુ ફરી વળેલ હતું.


Advertisement