પોરબંદર ચોપાટી પર મહિલાઓ પર નિર્લજજ હુમલો: પોલીસે હળવી કલમ લગાડયાનો આક્ષેપ

13 March 2019 03:21 PM
Porbandar

વીડીયો વાયરલ થયા બાદ પોલીસને નાછુટકે ગુનો નોંધવા પડયો

Advertisement

જુનાગઢ તા.13
બે મહિલાઓએ વિડીયો વાયરલ કર્યો છે જેમાં બન્ને કહેતી જણાય છે કે બન્ને પોરબંદર ચોપાટી પર ચાલવા જતી હતી, ત્યારે કેફી પીણું પીધેલા શખ્સોમાં રાકેશ દેવાણી સુજલ ગૌર વિગેરે બુમાબુમ કરીને હસતા હતા અને ખરાબ વાતો કરી યુવતી પર નિર્લજજ હુમલો કરી મારકુટ કરી હતી. બન્ને યુવતીઓએ બુમાબુમ કરતા આરોપીઓ ભાગી ગયા હતા બન્ને યુવતીઓ પોલીસ ફરીયાદ કરવા ગઈ પરંતુ પોલીસે તેને સાંભળી પણ ન હતી જેથી જુનાગઢ દાખલ થવું પડયું હતું અને વીડીયો વાયરલ કર્યા બાદ પોલીસે કલાકોમાં જ ગુનો નોંધવાની ફરજ પડી હતી.
ઘટનાક્રમ બન્યો હતો તે પ્રમાણે પોલીસે ફરીયાદ ન લીધાનો બન્ને યુવતીનો આક્ષેપ છે અને પોલીસ સામે રોષ વ્યકત કર્યો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીને રજુઆત કરશે તેમ જણાવ્યું હતું. તપાસનીશ અધિકારી મોઢવાડીયાના જણાવ્યા મુજબ રાકેશ દેવાણી હાલ હોસ્પીટલમાં છે ત્યાંથી રજા મળ્યે ધરપકડ કરવામાં આવશે.


Advertisement