પૂરપાટ દોડતી કારે બે રાહદારીઓને ઠોકરે ચડાવ્યા : સોનીની દુકાનમાં થયેલી મોટી નુકશાની

13 March 2019 03:20 PM
Veraval

વેરાવળમાં મોડી રાત્રે બનેલ બનાવમાં લોકોના ટોળે ટોળા : શહેરમાં ધૂમ સ્ટાઇલ બાઇક સવારોનો ત્રાસ

Advertisement

વેરાવળ તા.13
વેરાવળમાં ગત મોડી રાત્રીના એક મોટર કાર ચાલકે બેફીકરાઇથી હંકારી બે રાહદારીઓને હડફેટે લઇ ઉડાડયા બાદ મોટર કાર નજીકમાં આવેલ સોનાના શોરૂમમાં ઘુસી ગયાની હીટ એન્ડ રનનો બનાવ બનેલ છે. પોલીસે આ બનાવ અંગે ગુન્હો નોંઘી તપાસ હાથ ઘરી છે. આ બનાવ જો દિવસના સમયે બનેલ હોત તો મોટી જાનહાનિ થવાની લોકોમાં ચર્ચા થતી હતી. શહેરમાં ઘુમબાઇક સ્ટાડઇલથી મોટર કાર અને સ્પોોર્ટસ મોટર સાયકલ ચલાવતા શખ્સોી સામે પોલીસની ઢીલીનીતીના લીઘે હીટ એન્ડા રનના બનાવ બની રહેલ હોવાનું લોકોમાં ચર્ચાય રહેલ હતું.
વેરાવળની મુખ્ય બજાર એવી સટાબજારમાં ગત રાત્રીના અગીયાર વાગ્યા આસપાસ ઉબેદ શેખજી નામનો શખ્સ સફેદ કલરની હુન્દામઇ વરના મોટર કાર નં. જી.જે. ર3 એમ 3776 લઇ પોતાની દુકાનેથી બહાર જઇ રહેલ તે સમયે હવેલીચોક પાસે મોટરકારના ચાલકે એક રાહદારીને બચાવા પુરઝડપે મોટર કારનો કાવો મારેલ તે સમયે સ્ટે યરીંગ પરનો કાબુ ગુમાવતા મોટરકાર વિરૂઘ્ઘા દિશામાં પુરપાટ ઘસી ગયેલ જેમાં કિશાર કાગડા અને એક ભીક્ષુક જેવા શખ્સરને હડેફેટે લઇ મોટરકાર સામેની વિરૂઘ્ઘપ દિશા તરફ તપેશ્વર મંદિરની ગલીના કોર્નરમાં આવેલ મનુભાઇ જવેલર્સ નામના શોરૂમની ફુટપાથ ઉપર ચડી દુકાનની ગ્રીલ-શટર તોડી અંદર ઘુસી ગયાનો બનાવ બનેલ હતો. એકાએક બનેલ હીટ એન્ડિ રનના બનાવથી તે સમયે ત્યાં હાજર અન્યે રાહદારી લોકો એકત્ર થઇ ઇજાગ્રસ્તી બે રાહદારીઓને ઇજાઓ સાથે સારવાર અર્થે સરકારી હોસ્પીભટલમાં ખસેડેલ હતા. જયારે આ બનાવ બાદ મોટર કાર ચાલક ઉબેદ પણ સ્થઅળ ઉપરથી નાસી ગયેલ હતો. આ હીટ એન્ડે રનના બનાવ અંગે ઇજાગ્રસ્તર કીશોર કાગડાએ મોટરકાર ચાલક સામે જયારે કાર ચાલક ઉબેદ શેખજી એ ત્રણ અજાણ્યા શખ્સોગએ તેને માર મારી અપશબ્દોો બોલેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે બંન્નેણ ફરીયાદો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે. આ બનાવ બનતા તે સમયે સ્થધળ પર અકસ્મા તનું ર્દશ્યં નિહાળવા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
અત્રે નોંઘનીય છે કે, વેરાવળ શહેરમાં બેફીકરાઇ ઘુમસ્ટાઠઇલથી મોટરકાર અને મોટર સાયકલ હંકારતા શખ્સોાને કાયદા કે પોલીસનો ડર ન હોય તેવી સિઠાતિ સર્વત્ર જોવા મળે છે. તો ઘણા કીસ્સા્માં હીટ એન્ડ્ રન જેવા બનાવને પણ પોલીસ તંત્ર ગંભીરતાથી ન લેતું હોવાથી શહેરમાં રાહદારીઓ ઉપર એક પ્રકારનું અર્દશ્યય જોખમ કાયમી મંડરાતો હોવાનો માહોલ પ્રર્વતેલ છે. આ રાત્રીના બનેલ બનાવ જો દિવસના સમયગાળા દરમ્યાતન બનેલ હોત તો મોટી જાનહાનિ થાત હોવાનું શહેરીજનોમાં ચર્ચાય રહેલ છે અને શહેરમાં ઘુમ સ્ટાયઇલથી મોટરકાર-મોટરસાયકલ ચલાવતા શખ્સોી સામે ખાસ મુહિમ ચલાવવાની જરૂર હોવાનું લોકોમાં ચર્ચાય રહેલ છે.


Advertisement