વેરાવળ ચોપાટીમાં બાંધકામ સંદર્ભે લોકોના પ્રવેશ પર મનાઇ

13 March 2019 03:20 PM
Veraval
Advertisement

વેરાવળ તા.13
વેરાવળ શહેરમા ફરવા માટેનું સ્થળ ચોપાટી હોય, જેથી ત્યાં લોકોની અવર-જવરની સંભાવના વધારે હોવાથી સરકાર દ્રારા લોક સુવિધા અર્થે વેરાવળ ચોપાટી ખાતે પ્રવાસન સ્થળનું બાંધકામ યોગ્ય રીતે અને સમયમર્યાદામા તૈયાર થઈ શકે અને સરકારી સંપત્તિને નુકશાન, વ્યય ન થાય તે હેતુથી પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.આર.મોદીને મળેલ સત્તાની રૂએ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ દરિયા કિનારે નવરચિત ચોપાટી વિસ્તારમા જે બાંધકામ થઈ રહેલ છે તેના ફરતે બાઉન્ડ્રી આવેલ છે એ વિસ્તાર સુધી ચોપાટીનું કામ કરતા માણસો/ સરકારી સ્ટાફ/ કોસ્ટગાર્ડ સ્ટાફ અને ચોપાટી વિસ્તારમા આવેલ દરગાહની સેવા/પુજા કરતા માણસો સિવાયના તમામ માણસોને આ ચોપાટીનુ બાંધકામ પુર્ણ ન થાય અને પ્રજાજનો માટે ખુલ્લુ મુકવામા ન આવે ત્યા સુધી આ વિસ્તાર ચોવીસ (24) કલાક માટે જાહેર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામુ અંકુર સ્કુલથી લઇ દીવાદાંડી થી પોલીસ અધિક્ષકના સરકારી બંગલા સુધીનો રોડ તેમજ ફિશરીઝ કોલેજ થી ચોપાટી તરફ જતા રસ્તા સુધીના વિસ્તારને પણ લાગુ પડશે. આ જાહેરનામુ તાત્કાલીક અસરથી દિન-30 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ઈ.પી.કો.ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.


Advertisement