‘ધ સ્કાય ઈઝ પિંક’નું શૂટિંગ થયું પૂરું

13 March 2019 01:01 PM
Entertainment
  • ‘ધ સ્કાય ઈઝ પિંક’નું શૂટિંગ થયું પૂરું

Advertisement

ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપડા જોનસની ‘ધ સ્કાય ઈઝ પિંક’નું શૂટિંગ પૂરું થયું છે. ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રો’ની ડિરેકટર સોનાલી બોઝની આ ફિલ્મમાં ઝાયરા વસીમ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું હતું. જે પુરૂ થયું છે. શુટિંગ પુરું થતા એની પાર્ટી પણ રાખવામાં આવી હતી. તેમણે ફિલ્મના તમામ સેકટર્સ અને ટીમ સાથે મળીને કેક કાપી સેલિબ્રેશન કર્યુ હતું. આ પાર્ટીમાં પ્રોડયુસર સિધ્ધાર્થ રોય કપૂરે પણ હાજરી આપી હતી.


Advertisement