ગુજરાતમાં માહિતી કમિશ્ર્નરની આઠ પોસ્ટ ખાલી

13 March 2019 12:34 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં માહિતી કમિશ્ર્નરની આઠ પોસ્ટ ખાલી

સુપ્રીમના આદેશને પણ રાજય સરકાર ગણકારતી નથી: ફરિયાદ

Advertisement

રાજકોટ તા.13
દેશમાં નાગરીકો માટે મહત્વના બની ગયેલા માહિતીના અધિકારમાં ગુજરાત સહિતની સરકારો સતત આ અધિકારનો ઉપયોગ રૂંધાય તેવા પ્રયત્નો કરે છે. અને સરકારના કેટલીક ગેરરીતિઓ તથા ગેરવહીવટ બહાર આવતા રોકવાનો પ્રયાસ કરે છે. ગુજરાતમાં સુપ્રીમ કોર્ટના આદેશ છતા રાજય સરકારે માહિતી કમિશ્ર્નરના પદને ખાલી જ રાખ્યું છે. રાજયના માહિતી કમિશ્ર્નરનું પદ પરના અધિકારી બે દિવસમાં નિવૃત થવાના છે. પરંતુ રાજય સરકારે અગાઉના ખાલી પદ ભરવાની પણ ચિંતા કરી નથી. રાજયમાં કુલ આઠ પદો માહિતી કમિશ્ર્નરના છે. પરંતુ રાજય સરકાર દ્વારા તે ખાલી રાખવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટમાં આ અંગે સત્કાર નાગરીક સંગઠન દ્વારા અરજી કરવામાં આવી હતી અને ખાલી પદો ભરવા માટે રાજય સરકારને આદેશ આપવામાં આવ્યો હતો. માહિતીના અધિકારના એકટીવીસ્ટ દ્વારા જણાવ્યું હતું કે રાજય સરકારે આ પદ ભરવા માટે અખબારી સહિતની જાહેરાત આપવાની હોય છે પરંતુ એ પ્રક્રિયા પણ પુરી કરવામાં આવી નથી. રાજય સરકાર તેની વેબસાઈટ પર પણ તેની પુરતી માહિતી મુકતી નથી. ઓકટોબર 31 2017ના આંકડા મુજબ કુલ 3941 કેસ પેન્ડીંગ છે. જેનો નિકાલ કરવામાં અધિકારીઓના અભાવે વિલંબ થાય છે. આ ઉપરાંત વિલંબથી કે અધુરી માહિતી આપવા બદલ પેનલ્ટી લગાવવાની જે જોગવાઈ છે તેનો પણ ભાગ્યે જ અમલ થાય છે તેને કારણે માહિતી અધિકારી પણ બહુ ચીંતા કરતા નથી.


Advertisement