સૌરાષ્ટ્રમાં વાદળ ચડી આવ્યા : ખંભાળીયામાં પડયા છાંટા

13 March 2019 12:13 PM
Rajkot Gujarat
  • સૌરાષ્ટ્રમાં વાદળ ચડી આવ્યા : ખંભાળીયામાં પડયા છાંટા

ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ શિયાળાની વિદાય, ઉનાળાનું આગમન વિલંબમાં? : પાકિસ્તાનના પશ્ર્ચિમ ભાગ પર ફરી સાયકલોનીક સરકયુલેશન સર્જાતા વાતાવરણમાં આવ્યો બદલો : બે દિવસ બપોર સુધી વાદળા છવાશે : આગામી સપ્તાહથી ઉનાળાનો થશે આરંભ

Advertisement

રાજકોટ તા.13
ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ માર્ચ મહિનાના મઘ્યાહને પણ શિયાાળાની વિધિવત વિદાય કે ઉનાળાનું આગમન હજુ થયુ નથી. તો હજુ ચાલુ સપ્તાહમાં મિશ્ર ઋતુનો માહોલ બની રહ્યા બાદ આગામી અઠવાડીયાથી ઉનાળાનું વિધિવત આગમન થવાનો સંકેત હવામાન વિભાગના સૂત્રો દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાલુ વરસે માર્ચ મહિનાનો મઘ્યાહન અને ફાગણ મહિનાનો પણ મઘ્ય સમય શરૂ થયો છે. છતાં હજી પણ દિવસે ગરમી સાથે ઉત્તર-ઉત્તર પૂર્વ કે ઉત્તર પશ્ર્ચિમની હિમાચ્છાદીત પવનની અસર હેઠળ સવારે મોડે સુધી ફૂલ ગુલાબી ઠંડીનો લોકોને અહેસાસ થતો આવે છે.
વળી ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસર ચાલુ હોય તેમ સતત વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ અને અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસર હેઠળ વાતાવરણમાં બદલાવ આવવા સાથે કેટલાક સ્થળોએ કમોસમી છાંટા પડવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
તે મુજબ હાલમાં પશ્ર્ચિમ પાકિસ્તાન ઉપર હાલમાં દરીયાઇ સપાટીથી 1પ કિ.મી.ના અંતરે ફરીને અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ હોવાના કારણે ગઇકાલે મોડી સાંજથી જ આકાશમાં વાદળા ચડી આવ્યા હતા અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયુ વાતાવરણ બની રહ્યું છે.
આજે વહેલી સવારથી જ આકાશમાં વાદળા ચડી આવ્યા હતા જેને કારણે ધાબડીયુ વાતાવરણ બની રહ્યું હતું. તો ખંભાળીયા સહિતના કેટલાક વિસ્તારમાં કમોસમી છાંટા પડયાના અહેવાલો પણ સાંપડયા છે. જો કે બપોરબાદ હવામાન ખુલ્લુ થવા સાથે ફરી ગરમી શરૂ થતા પારો 30 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો.
દરમિયાન હજી બે દિવસ આ પ્રમાણે માહોલ બની રહ્યા બાદ આગામી સપ્તાહ સુધીમાં 3 થી 6 ડિગ્રી તાપમાન ઉંચકાવા સાથે ઉનાળાનો આરંભ થવાની આગાહી હવામાન વિભાગના સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.
રાજકોટમાં ગઇકાલ સાંજથી છુટા છવાયા વાદળા આકાશમાં ચડી આવ્યા હતા. બાદ રાતના ફુલ ગુલાબી ઠંડી
ચાલુ રહી હતી તો સવારમાં મોડે સુધી વાતાવરણમાં બદલાવ આવતા વાદળછાયુ વાતાવરણ બની રહ્યું હતું તો બપોર પછી સૂર્યનારાયણે રંગ દેખાડતા પારો 30 ડીગ્રીને પાર થઇ ગયો હતો.


Advertisement