રાજકોટમાં PUBG સામે એક્શન શરૂ : જાહેરમાં ગેઇમ રમતા નવની ધરપકડ

13 March 2019 11:40 AM
Rajkot Gujarat
  • રાજકોટમાં PUBG સામે એક્શન શરૂ : જાહેરમાં ગેઇમ રમતા નવની ધરપકડ
  • રાજકોટમાં PUBG સામે એક્શન શરૂ : જાહેરમાં ગેઇમ રમતા નવની ધરપકડ

રાજકોટમાં પ્રતિબંધીત ગેમ્સ રમતા વિદ્યાર્થીઓ સહિત નવ સામે પોલીસે ગુનો નોંઘ્યો : તાલુકા પોલીસે આત્મીય કોલેજ અને બીગબજાર પાસેથી છને ઝડપી લીધા હતા : ગાંધીગ્રામના સ્ટાફે લાખના બંગલા સહિત બે સ્થળેથી ત્રણને ગેમ્સ રમતા પકડયા

Advertisement

રાજકોટ તા.13
છેલ્લા થોડા સમયથી PUBG અને MOMO જેવી ગેમ્સની લત બાળકો અને યુવાનોને લાગી છે. આ ગેમ્સની રમનારના મગજ પર કેવી અસર થાય છે તે મુદ્દો ચર્ચાતો આવ્યો છે.આ ગેમ્સ રમનારના વર્તનમાં હિંસક વૃત્તિ વધી રહી હોય અને ખાસ કરી ટીનેજરોનો વિકાસ રૂંધાઇ રહ્યો હોય આ બાબતની ગંભીરતા શિક્ષણ વિભાગે રાજ્યભરમાં આ રમત પર પ્રતિબંધ મૂક્યો છે. બાદમાં રાજકોટમાં પણ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડી જાહેરમાં PUBG અને MOMO ગેમ્સ રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.અને જાહેરમાં આ ગેમ્સ રમનાર સામે કાર્યવાહી કરવાની તાકીદ પણ અપાઈ હતી.
દરમિયાન પોલીસે PUBG ગેમ્સ રમનાર સામે એક્શન લેવાનું શરૂ કર્યું હોય તેમ પ્રથમ વખત આ ગેમ્સ રામનારા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીગ્રામ અને તાલુકા પોલીસ મથકના સ્ટાફે પોતાના વિસ્તારમાં દરોડા પાડી આ ગેમ્સ રમતા વિદ્યાર્થીઓ સહિત નવ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Image result for pubg gif
પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે રાત્રીના પટ્રોલિંગ દરમિયાન લાખના બંગલા પાસે વોરા રોડ માધવ હોલ નજીક જાહેરમાં મોબાઈલમાં પબ-જી ગેમ્સ રમતા વિજય હરીશભાઈ પ્રજાપતિ (ઉ.વ 25) (રહે.ગૌતમનગર-1 ગાંધીગ્રામ રાજકોટ)તથા કેતન પ્રભુદાસભાઈ મૂલીયા (ઉ.વ 25)(રહે.ભીડભંજન શેરી ન.8 સટ્ટા બજાર પાસે પરા બજાર રાજકોટ) ને પકડી લીધા હતા.અને તેમની સામે ગુનો નોંધાયો હતો.
આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેથી ભાવિક મહેશભાઈ અગોલ (ઉ.વ 20) (રહે.ગાંધીનગર શેરી ન.7 ગાંધીગ્રામ રાજકોટ) ને ઝડપી લીધો હતો.
તાલુકા પોલીસ મથકના સ્ટાફે કાલાવડ રોડ પર આત્મીય કોલજ નજીકથી માધવ કિરણભાઈ વ્યાસ (ઉ.વ 19)(રહે.રામદેવપીર ચોક સપનલોક સોસાયટી બ્લોક ન.139 રાજકોટ)ને પબ-જી ગેમ્સ રમતા ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી મોબાઈલ કબ્જે કર્યો હતો.તેમજ જાગનાથ ચોક બીગબજાર પાછળ મોબાઈમાં પબ-જી ગેમ્સ રમતા યશ ચિતરંજનભાઈ જોશી (ઉ.વ 30) નામના વિદ્યાર્થીને ઝડપી લીધો હતો.
આ ઉપરાંત તાલુકા પોલીસે આત્મીય કોલેજ પાસેથી નિલન કિરીટભાઈ આઘેરા (ઉ.વ 19)(રહે. જુનાગઢ 203, સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ ), હર્નિશ શેલેશભાઈ પંચાલ (ઉ.વ 20)(રહે. સાધુ વાસવાણી રોડ રાજકોટ)ક્લપેશ કિશોરભાઈ રાઠોડ (ઉ.વ 19)(રહે. ડો. ભીમરાવ આંબેડકરનગર સોસાયટી) અને હરકિશન દેવશીભાઈ બાંગરોટીયા(ઉ.વ 19)(રહે. સળોદળજામજોધપુર ) જે તમામ વિદ્યાર્થીઓ હોઈ તેમને મોબાઈલમાં પબ-જી ગેમ રમતા ઝડપી લઈ તેમના મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


Advertisement