જસદણ જીવન ઉત્કર્ષ કથામાં પ01 યુવાનોએ પરિવારમાં સાથે રહેવાનો સંકલ્પ લેવાયો

13 March 2019 11:29 AM
Jasdan

પરિવારની પાસબુક વિષય પર સ્વામીજીનું પ્રેરક પ્રવચન

Advertisement

(નરેશ ચોહલીયા) જસદણ તા.13
રાજકોટ ગુરુકુલ સેવા સંવાહિત જસદણ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભવ્ય નિર્માણ પામી રહ્યું છે. જેમની મૂર્તિ પ્રતિષ્ઠા આગામી તા.7 મેંના રોજ થવાની હોય જેમાં શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના
વડા વડતાલ પીઠાધીપતી આચાર્ય 1008 શ્રીરાકેશ પ્રસાદજી મહારાજ પધારશે. તે મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમના ઉપક્રમે જસદણના ચિતલીયા રોડ ઉપર આવેલ ભાડવાડી સામે ત્રિદિવસીય જીવન ઉત્કર્ષ કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રિદિવસીય જીવન ઉત્કર્ષ કથામાં પરિવારની પાસબુક વિષય ઉપર પોતાની આગવી શૈલીમાં પૂજ્ય અચલજીવનદાસજી સ્વામીએ યુવાનોને પરિવારમાં પ્રેમ અને સંપ કેળવી પરિવારમાં સંપરૂપી બેલેન્સ જમા કરવા તેમજ પરિવારને પોતાનો કિંમતી સમય આપી પરિવારની પાસબુકમાં વડીલ માતા-પિતાની સેવા કરીને પોતાના જીવનનું બેલેન્સ જમા કરશો તો જ તમારા સંતાનો પણ તમારી સેવા કરશે તેમ સમજાવવામાં આવ્યું હતું.
વધુમાં તેમણે સમજાવતા કહ્યું કે, પરિવારમાં જતું કરવા વાળાનું કાઈ જતું નથી અને પકડી રાખવાવાળાનું કઈ રહેતું નથી. જીવન અણમોલ છે તેમને વ્યસન અને કુટેવથી બચાવી આપણા ઋષિઓની પરંપરા ગુરુજનોનું જ્ઞાનનું પાન કરી મંદિરએ આપણું જીવનનું એક અભિન્ન અંગ છે. તે સમજાવી પરિવારમાં દરેકે સંપીને રહેવા અને લેટ-ગોની ભાવના સાથે જીવન જીવવાના 501 યુવાનોને સંકલ્પ લેવડાવ્યા હતા.


Advertisement